kareena kapoor khan

Kareena pregnant for the third time:બેબો ત્રીજી વખત બનશે માતા? સો.મીડિયા પર એક ફોટો વાયરલ થતા અભિનેત્રી પ્રેગ્નેટ હોવાની અટકળો- જુઓ ફોટો

Kareena pregnant for the third time: આ સ્ટાર કપલે વેકેશનની કેટલીક તસ્વીરો શેર કરી છે, પરંતુ હોલી ડે ની સૈફ અને કરીનાની એક અનસીન તસવીર ખાસ કારણથી ચર્ચામાં આવી

બોલિવુડ ડેસ્ક, 17 જુલાઇઃ Kareena pregnant for the third time: બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન પોતાની ફેમિલી સાથે છેલ્લા કેટલાય દિવસોથી લંડનમાં વેકેશન એન્જોય કરી રહી છે. સ્ટાર કપલના વેકેશનની કેટલીય તસવીર ફેન્સના દિલને જીતી રહી છે પરંતુ હોલી ડે ની સૈફ અને કરીનાની એક અનસીન તસવીર ખાસ કારણથી ચર્ચામાં આવી છે.

કરીના કપૂર પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર તો પોતાના વેકેશનની તસવીર સતત શેર કરી રહી છે. જેની પર ચાહકો પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે પરંતુ કરીનાના ફેન પેજ પર હવે તેમની અને સૈફની એક અનસીન તસવીર વાયરલ થઈ રહી છે, જે સામે આવતા જ કરીનાની ત્રીજી પ્રેગનેન્સીની વાત ચર્ચાઈ રહી છે.

આ પણ વાંચોઃ P.v.sindhu win singapore open 2022 title: પીવી સિંધુએ ચીની ખેલાડીને હરાવીને સિંગાપુર ઓપન 2022 ટાઈટલ જીત્યું

વાયરલ ફોટોમાં કરીના કપૂર બ્લેક કલરના ટેંક ટોપમાં જોવા મળી રહી છે. કરીનાએ સ્લિંગ બેંગ કેરી કર્યુ છે. ન્યૂડ મેકઅપ અને હાફ ટાઈ હેરમાં કરીના સુપર ગોર્જિયસ લાગી રહી છે પરંતુ ફેન્સની નજર તો કરીનાના ટમી પર ટકી છે. કરીનાના ટમીને ફેન્સ બેબી બંપ ગણાવી રહ્યા છે. કરીનાની તસવીર જોયા બાદ કેટલાય સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે તે ત્રીજીવાર માતા બનવાની છે અને તસવીરમાં તેમનો બેબી બમ્પ જોવા મળી રહ્યો છે જેને તે બ્લેક ટોપમાં છુપાવી શકી નહીં. અને અમુક યુઝર્સ કહી રહ્યા છે કે કરીનાની આ જૂની તસવીર છે. 

આ પણ વાંચોઃ India corona case update: દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 20 હજાર કેસ, વેક્સિનના ડોઝનો આંકડો 200 કરોડની નજીક

Gujarati banner 01