New traffic rules

New traffic rules : દારુ પીને વાહન ચલાવતા પકડાયેલા વ્યક્તિએ કરવુ પડશે એક યુનિટ બ્લડ ડોનેટ- આ રાજ્ય સરકારે બનાવ્યો નવો નિયમ

New traffic rules: નવા નયિમોમાં હવે દારુ પીને ગાડી ચલાવનાર કે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરનારને 5000 રુપિયા દંડ ફટકારવાનુ નક્કી કરાયુ છે

નવી દિલ્હી, 17 જુલાઇઃ New traffic rules: પંજાબ સરકારે ટ્રાફિકના નિયમોને લઈને નવુ જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેમાં કહેવાયુ છે કે, નિયમોનુ ઉલ્લંઘન કરવામાં આવ્યુ તો દંડ તો થશે જ પણ જો ફરી વખત કોઈ વાહન ચાલક ઉલ્લંઘન કરતા પકડાશે તો બમણો દંડ વસુલ કરવામાં આવશે .

સાથે સાથે દારુ પીને વાહન ચલાવનારાઓ માટે નવો નિયમ લાગુ કરાયો છે. જે પ્રમાણે દારુ પીને વાહન ચલાવતા પકડાયેલા વ્યક્તિનુ લાઈસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરાશે. સાથે સાથે નજીકની હોસ્પિટલમાં તેને સેવા આપવી પડશે અને એક યુનિટ બ્લડ ડોનેટ કરવુ પડશે.

આ પણ વાંચોઃ Kareena pregnant for the third time:બેબો ત્રીજી વખત બનશે માતા? સો.મીડિયા પર એક ફોટો વાયરલ થતા અભિનેત્રી પ્રેગ્નેટ હોવાની અટકળો- જુઓ ફોટો

પંજાબમાં આ નવો નિયમ ચર્ચાનો વિષય બન્યો છે. સાથે સાથે જાહેરનામામાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, જો ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કર્યુ તો તેવા વ્યક્તિએ એક રિફ્રેશર કોર્સ કરવો પડશે અને તેનુ સર્ટિફિકેટ પણ લેવુ પડશે.સાથે સાથે સ્કૂલના 20 વિદ્યાર્થીઓને બે કલાક સુધી ટ્રાફિકના નિયમ શીખવાડવા પડશે.

પંજાબમાં ટ્રાફિક નિયમોના ભંગની સમસ્યા મોટી છે. આ રાજયમાં રોજ 13 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થાય છે.

નવા નયિમોમાં હવે દારુ પીને ગાડી ચલાવનાર કે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરનારને 5000 રુપિયા દંડ ફટકારવાનુ નક્કી કરાયુ છે. વાહનો ઓવરલોડ હશે તો 20000 રુપિયા દંડ લેવાશે.

ટ્રાફિક લાઈટને જમ્પ કરનારને 1000 રુપિયા દંડ થશે. આ તમામ નિયમોનો જો કોઈએ ફરી વખત ભંગ કર્યો તો તેની પાસે બમણો ફાઈન વસુલ કરાશે.

આ પણ વાંચોઃ P.v.sindhu win singapore open 2022 title: પીવી સિંધુએ ચીની ખેલાડીને હરાવીને સિંગાપુર ઓપન 2022 ટાઈટલ જીત્યું

Gujarati banner 01