P.v.sindhu win singapore open 2022 title

P.v.sindhu win singapore open 2022 title: પીવી સિંધુએ ચીની ખેલાડીને હરાવીને સિંગાપુર ઓપન 2022 ટાઈટલ જીત્યું

P.v.sindhu win singapore open 2022 title: પીવી સિંધુએ વાંગ ઝીને હરાવીને સિંગાપુર ઓપનનો ખિતાબ પોતાના નામે કરી લીધો

સ્પોર્ટ્સ ડેસ્ક, 17 જુલાઇઃP.v.sindhu win singapore open 2022 title: સિંગાપુર ઓપનની ફાઈનલમાં ભારતની 2 વખતની ઓલમ્પિક વિજેતા પીવી સિંધુનો મુકાબલો ચીનની વાંગ ઝી યી સામે થયો હતો. પીવી સિંધુએ વાંગ ઝીને હરાવીને સિંગાપુર ઓપનનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. પહેલા સેટમાં વાંગ ઝીએ સિંધુને આકરો પડકાર આપ્યો હતો. 

જોકે સિંધુએ જોરદાર કમબેક સાથે વાંગ ઝીને સીધા સેટમાં 21-09થી હરાવી હતી. વાંગ ઝીએ બીજી ગેમમાં સિંધુને સારી એવી ફાઈટ આપી હતી. બીજી ગેમ તેણે 11-21થી પોતાના નામે કરી હતી. છેલ્લે ત્રીજી ગેમ ખૂબ જ શાનદાર રહી હતી. વાંગ ઝી શરૂમાં આગળ હતી પરંતુ બાદમાં સિંધુએ જલવો દેખાડ્યો હતો. વાંગ ઝીએ સિંધુને ખૂબ જોરદાર પડકાર આપ્યો હતો પરંતુ તેણી જીતી ગઈ હતી. આ ગેમના અંતમાં સિંધુએ 21-15 સાથે ખાસ અંદાજમાં મોટો વિજય મેળવ્યો હતો. 

પીવી સિંધુ માટે સિંગાપુર ઓપનની સફર ખૂબ જ સારી રહી છે. શરૂમાં તેણે લિને ટેનને સીધા સેટમાં 21-15, 21-11થી હરાવી હતી. ત્યાર બાદ તેણે ન્યૂયેન દાય લિંહને 19-21, 21-19, 21-18થી હરાવી હતી. હેન યૂ સાથેના જોરદાર મુકાબલામાં પણ સિંધુએ 17-21, 21-11, 21-19થી જીત મેળવી હતી. 

આ પણ વાંચોઃ India corona case update: દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 20 હજાર કેસ, વેક્સિનના ડોઝનો આંકડો 200 કરોડની નજીક

ત્યાર બાદ સેમીફાઈનલમાં સિંધુનો મુકાબલો સાએના કાવાકામી સાથે થયો હતો જેમાં તેણે 21-15, 21-07થી વિજય મેળવ્યો હતો. 

સિંધુનું શાનદાર પ્રદર્શન સતત ચાલુ જ છે. આ વર્ષે માર્ચ મહિનામાં રમાયેલી સ્વિસ ઓપન બાદ સિંધુએ પ્રથમ વખત કોઈ ટુર્નામેન્ટની ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. સિંધુ સ્વિસ ઓપનનો ખિતાબ જીતી હતી. આ સાથે જ સિંધુનું પ્રદર્શન દર વર્ષે સતત વધુ સારૂં બની રહ્યું છે. તેણીએ સિંગાપુર ઓપનમાં પણ પોતાના પ્રતિસ્પર્ધીઓને કોઈ તક નથી આપી.  

આ પણ વાંચોઃ Ukrainian airlines cargo plane crashes: યુક્રેનિયન એરલાઈનનું કાર્ગો વિમાન ગ્રીસમાં થયુ ક્રેશ, 8 લોકો હતા સવાર- તે તમામના મોત નીપજ્યા

Gujarati banner 01