Bangaladesh police

Attack on Hindu house: બાંગ્લાદેશમાં ફરી એકવાર હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા, ત્યાં ઘરમાં પણ તોડફોડ થઈ

Attack on Hindu house: હિન્દુઓના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે એક ઘરને પણ આગ લગાવવામાં આવી

Attack on Hindu house: બાંગ્લાદેશમાં હિંદુઓ પર ફરી હુમલો કરાયો છે આ સાથે મંદિરમાં તોડફોડ પણ કરવામાં આવી હોવાની વિગતો મળી રહી છે. આ મામલો એક હિન્દુ છોકરા દ્વારા કરવામાં આવેલી ફેસબુક પોસ્ટ સાથે સંબંધિત હોવાની વિગતો મળી છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી ટિપ્પણીથી ઘણા મુસ્લિમ સંગઠનો નારાજ થયા હતા.

બાંગ્લાદેશમાં ફરી એકવાર હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા છે. અહીં નારેલના લોહાગરા વિસ્તારમાં હિન્દુઓના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે એક ઘરને પણ આગ લગાવવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ટોળાએ એક મંદિરમાં પણ તોડફોડ કરી છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, (Attack on Hindu house) આ મામલો એક હિન્દુ યુવક દ્વારા કરવામાં આવેલી ફેસબુક પોસ્ટ સાથે સંબંધિત છે. યુવાનોએ કરેલી પોસ્ટથી રોષે ભરાયેલા ટોળાએ હિંદુઓના ઘરો પર હુમલો કર્યો હતો. ફેસબુક પોસ્ટ કરનાર યુવકના ઘરમાં ટોળું ઘુસી ગયું હતું અને તેને આગ ચાંપી દીધી હતી. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ભીડને વિખેરવા હવામાં ફાયરિંગ કર્યું.

હજુ સુધી ધરપકડ કરી નથી
ત્યાંના પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મળી રહેલી વિગતોમાં, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. જો કે આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

આ પણ વાંચો..P.v.sindhu win singapore open 2022 title: પીવી સિંધુએ ચીની ખેલાડીને હરાવીને સિંગાપુર ઓપન 2022 ટાઈટલ જીત્યું

Gujarati banner 01