Mallika sherawat casting couch

Mallika sherawat casting couch experience: કાસ્ટિંગ કાઉચનો શિકાર બની ચુકી છે મલ્લિકા શેરાવત, કહી આ મોટી વાત

Mallika sherawat casting couch experience: મલ્લિકા શેરાવતે જણાવ્યું હતું, ‘મેં ડાયરેકટલી ઘણી વસ્તુઓ ફેસ નથી કરી. સ્ટારડમ મારા માટે ઘણું સરળ રહ્યું. હું લકી હતી અને મારા માટે બધી વસ્તુઓ થતી ગઈ

બોલિવુડ ડેસ્ક, 25 સપ્ટેમ્બરઃ Mallika sherawat casting couch experience: એક્ટ્રેસ મલ્લિકા શેરાવત છેલ્લા ઘણા સમયથી રૂપેરી પડદાથી દૂર રહી છે પરંતુ તાજેતરમાં જ તેણે એક ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યું હતું જેને લઈને તે આજકાલ ઘણી ચર્ચામાં છે. દરમ્યાન મલ્લિકા શેરાવતે કાસ્ટિંગ કાઉચને લઈને પણ ખુલીને વાત કરી. એટલું જ નહીં મલ્લિકા શેરાવતને ઘણી વાત આપત્તીજનક સ્થિતિનો પણ સામનો કરવો પડ્યો છે ખાસ કરીને મેલ કો-સ્ટારની સાથે

ઉલ્લેખનીય છે કે, મલ્લિકા શેરાવતે Bollywoodમાં પોતાના ફિલ્મી કેરિયરમાં ઘણી જ બોલ્ડ ફિલ્મો પસંદ કરી હતી. પોતાના કેરિયર દરમ્યાન તેણે ખ્વાહિશ અને મર્ડર જેવી ફિલ્મોમાં કામ કર્યું. હંમેશા તેને આવા બોલ્ડ સીન્સ આપવા માટે જજ કરવામાં આવતી.માત્ર દર્શકો જ નહીં પરંતુ મીડિયા અને કો-સ્ટાર્સ પણ તેને ખોટી રીતે જોતા હતા. ઘણા એ તો તેને ઓફ સ્ક્રીન કોમ્પ્રોમાઇઝ કરવા માટે પણ કહ્યું હતું.

આ પણ વાંચોઃ Sneha dube: પાકિસ્તાનની UNમાં ઝાટકણી કાઢીને ઇમરાનખાનની બોલતી બંધ કરનાર સ્નેહા દુબે રાતોરાત ચર્ચામાં, જાણો કોણ છે આ મહિલા અધિકારી

Advertisement

એક Bollywood વેબસાઈટ સાથે વાત કરતા મલ્લિકા શેરાવતે(Mallika sherawat casting couch experience) જણાવ્યું હતું, ‘મેં ડાયરેકટલી ઘણી વસ્તુઓ ફેસ નથી કરી. સ્ટારડમ મારા માટે ઘણું સરળ રહ્યું. હું લકી હતી અને મારા માટે બધી વસ્તુઓ થતી ગઈ. હું મુંબઈ આવી. મને ખ્વાહિશ અને મર્ડર ફિલ્મો મળી. મારે ખાસ સ્ટ્રગલ ન કરવું પડ્યું. પરંતુ, ફિલ્મો પછી કારણ કે મર્ડર ઘણી જ બોલ્ડ ફિલ્મ હતી, મારી ઇન્ડસ્ટ્રીમાં બોલ્ડ ઇમેજ બની ગઈ હતી. અનેક મેલ એક્ટર્સ તેનો ફાયદો લેવાનો પ્રયાસ કરતા. તેમનું કહેવું હતું કે જો હું ઓનસ્ક્રીન બોલ્ડ થઇ શકું તો ઓફસ્ક્રીન કેમ નહીં.

મલ્લિકા શેરાવતે(Mallika sherawat casting couch experience) આગળ કહ્યું કે તેમાંથી કોઈએ પણ ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન પર્સોનાને અલગ-અલગ ન રાખ્યું. એવામાં મારે ઘણીવાર ખરાબ સ્થિતિનો સામનો પણ કરવો પડ્યો. હું એક મજબૂત મહિલા છું. હું મારા મેલ એક્ટર્સને કહેતી કે માફ કરજો પણ હું કોમ્પ્રોમાઇઝ નહિ કરું. હું Bollywoodમાં કોમ્પ્રોમાઇઝ કરવા નથી આવી. કેરિયર બનાવવા આવી છું. એવામાં મેં ફરી ક્યારેય તેમની સાથે કામ નથી કર્યું.

Whatsapp Join Banner Guj

Advertisement