ambaji bjp 2

PM Birthday week: યાત્રાધામ અંબાજી ખાતે આજે નરેન્દ્રમોદી જન્મદિવસ સપ્તાહ ની લોક ઉપયોગી કાર્યક્રમ યોજી પુર્ણાહુતી કરવામાં આવી હતી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૫ સપ્ટેમ્બર:
PM Birthday week: નરેન્દ્રમોદી ના 71 માં જન્મ દિવસ અને જનસંઘ ના પ્રથમ અધ્યક્ષ પંડિત દિન દયાલ ઉપાધ્ય ની જન્મજયંતિ ના ઉજવણી ના ભાગ રૂપે ભારતદેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ ની ઉજવણી એક સપ્તાહ ઉજવણી ને ભાગ રૂપે યાત્રાધામ અંબાજી ખાતે આજે નરેન્દ્રમોદી જન્મદિવસ સપ્તાહ ની લોક ઉપયોગી કાર્યક્રમ યોજી પુર્ણાહુતી કરવામાં આવી હતી

PM Birthday week

સાતે દિવસ પ્રજાલક્ષી કાર્યક્રમો સહીત સરકાર ની યોજના લોકો સુધી પહોંચાડવાના કાર્યક્રમો સાથે અંબાજી માં આજે અંબાજી શહેર ભાજપા મહિલા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેના પ્રભારી રેખાબેન ખાણેચા એ દીપ પ્રગટાવી શરૂઆત કરાવી હતી જેમાં મોટી સંખ્યા માં લોકો એ રક્તદાન કર્યું હતું સાથે જરૂરિયાત મંદો માટે નિઃશુલ્ક મેડિકલ ચેકપ કેમ્પ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું

PM Birthday week

જેમાં સેમ્બલપાણી PHC ના મહિલા ડોક્ટર દ્વારા જરૂરિયાતમંદો ની તપાસણી કરવામાં આવી હતી આ કેમ્પ માં મહિલા મોરચા સહિત ભાજપ ના મોટી સંખ્યા માં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો નરેન્દ્રમોદી ના જન્મદિવસ ને લઈ સમગ્ર સપ્તાહ દરમિયાન આજરીતે લોક ઉપયોગી કાર્યક્રમો અંબાજી શહેર ભાજપા મંડળ દ્વારા યોજાયા હતા.

આ પણ વાંચો…Sneha dube: પાકિસ્તાનની UNમાં ઝાટકણી કાઢીને ઇમરાનખાનની બોલતી બંધ કરનાર સ્નેહા દુબે રાતોરાત ચર્ચામાં, જાણો કોણ છે આ મહિલા અધિકારી

Whatsapp Join Banner Guj