Mimi Chakraborty Age height Weight Size DOB Boyfriends Family Biography

તૃણમૂલ કોંગ્રેસના આ સાંસદ અને અભિનેત્રી(Mimi chakraborty) નકલી રસીકરણનો ભોગ બની- વાંચો શું મામલો?

કોલકાતા, 24 જૂન:Mimi chakraborty: કોરોના વાયરસથી બચવા માટે દેશભરમાં ઝડપથી રસીકરણ થઈ રહ્યું છે. આ બધા વચ્ચે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મિમી ચક્રવર્તી(Mimi chakraborty) નકલી રસીકરણનો ભોગ બન્યા છે અને પોતાને આઈએસ ઓફિસર ગણાવતા વ્યક્તિએ તેમને ફેક રસી મૂકાવી દીધી છે. 

ટીએમસી સાંસદ મિમી ચક્રવર્તી(Mimi chakraborty)એ કહ્યું કે તેમને એક રસીકરણ કેમ્પ માટે આમંત્રણ અપાયું હતું અને જણાવાયું કે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના જોઈન્ટ કમિશનર તરફથી ટ્રાન્સજેન્ડર્સ અને દિવ્યાંગો માટે મફત રસીકરણ કેમ્પ લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Jalyatra Photos: ભગવાન જગન્નાથની જળયાત્રાની થઇ વિધિવત પૂજા, હવે મામાના ઘરે ગયા ભગવાન જગન્નાથ

મિમી(Mimi chakraborty)એ વધુમાં કહ્યું કે ‘પોતાને આઈએસ ઓફિસર ગણાવતા વ્યક્તિએ મને આ કાર્યક્રમમાં સામેલ થવાની અપીલ કરી જેથી કરીને બીજા લોકો રસી મૂકાવવા માટે પ્રેરિત થાય. ત્યારબાદ હું ત્યાં ગઈ અને લોકોને પ્રોત્સાહિત કરવા માટે રસી મૂકાવી.’

દેશ-દુનિયાની ખબર તમારા મોબાઇલ પર મેળવવવા માટે અહીં ક્લીક કરો.

મિમી ચક્રવર્તી(Mimi chakraborty)એ જણાવ્યું કે કોરોના રસી મૂકાવ્યા બાદ જ્યારે મને કોઈ સંદેશો ન આવ્યો તો રસીકરણ સર્ટિફિકેટ અંગે સવાલ કર્યો. ત્યારબાદ મને જણાવવામાં આવ્યું કે તે આગામી 3-4 દિવસમાં મળી જશે. ત્યારે મને શક થયો. ત્યારબાદ મે રસીકરણ અટકાવ્યું અને પોલીસને જાણ કરી. 

આ પણ વાંચોઃ માનહાનિના કેસની કાર્યવાહીમાં કોગ્રેસ નેતા(Rahul Gandhi) રહ્યાં હાજર, રાહુલ ગાંધીએ હજી અગામી મુદત માટે આવવુ પડે ગુજરાત- વાંચો શું છે મામલો?