E4oXuXhWQAIbIUG

માનહાનિના કેસની કાર્યવાહીમાં કોગ્રેસ નેતા(Rahul Gandhi) રહ્યાં હાજર, રાહુલ ગાંધીએ હજી અગામી મુદત માટે આવવુ પડે ગુજરાત- વાંચો શું છે મામલો?

સુરત, 24 જૂનઃRahul Gandhi : આજે સુરત ખાતે મોઢ વણિક સમાજે કરેલા માનહાનિના કેસની કાર્યવાહીમા કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સુરતની ચીફ જ્યુડીશ્યલ કોર્ટમાં હાજર રહ્યા હતા. સવારે 10.30 કલાકે કોગ્રેસના આગ્રણી નેતા શક્તિસિંહ ગોહીલ,અમિત ચાવડા સહિત સુરતના સ્થાનિક કોગ્રેસી નેતાઓ રાહુલ ગાંધી(Rahul Gandhi) સાથે કોર્ટ સંકુલમા ઉપસ્થિત રહ્યા હતા.

આજથી બે વર્ષ પહેલાં કર્ણાટક ખાતે લોફસભાના ચૂંટણી પ્રચારમાં તત્કાલીન કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul Gandhi)એ આર્થિક ગુનેગાર નિરવ મોદી, લલિત મોદી, વિજય માલિયા વગેરે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તુલના કરી મોદી અટકધારી મોઢવણિક સમાજ માટે બદનક્ષીકારક ઉચ્ચારણ કર્યા હતા. જેથી સુરત પશ્ચિમના ભાજપી ધારાસભ્ય તથા મોઢવણિક સમાજના અગ્રણી પૂર્ણેશ મોદીએ રાહુ ગાંધી વિરૂધ્ધ ઈપીકો 499, 500 મુજબ બદનક્ષીનો કેસ કર્યો હતો.

દેશ-દુનિયાની ખબર તમારા મોબાઇલ પર મેળવવવા માટે અહીં ક્લીક કરો.

છેલ્લા બે વર્ષથી ચાલતી કેસ કાર્યવાહીની આજની મુદતમા આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટનો સ્ટેજ હોઈ રાહુલ ગાંધી(Rahul Gandhi)ને સુરતકોર્ટમાં હાજર રહેવાની તાકીદ કરવામાં આવી હતી. અંદાજે એકાદ કલાક સુધી કોર્ટ રૂમમાં હાજર રહેલા રાહુલ ગાંધી સહિત અગ્રણી નેતાઓ હાજર રહી ફર્ધર સ્ટેટમેન્ટની કાર્યવાહી પૂરી કરી હતી.

આ પણ વાંચોઃ Schools reopen:વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણમાંથી મળી શકે છે મુક્તી, સ્કૂલો રેગ્યુલર શરુ કરવા સરકારની વિચારણા- વાંચો સંપૂર્ણ વિગત

આરોપી રાહુલ ગાંધી(Rahul Gandhi)ના બચાવ પક્ષે ત્રણ અરજીઓ આપી હાઈકોર્ટમાં ફરિયાદની કાયદેસરતાને પડકારતી અપીલ કરી હોવાની વિગતો સાપડી છે. હવે પછી આ કેસની કાર્યવાહીની આગામી મુદત તા.12 જુલાઈના રોજ હાથ ધરવા કોર્ટે નિર્દેશ આપ્યા છે. 

આ પણ વાંચોઃ Jalyatra Photos: ભગવાન જગન્નાથની જળયાત્રાની થઇ વિધિવત પૂજા, હવે મામાના ઘરે ગયા ભગવાન જગન્નાથ