Nayanthara wedding photos

Nayanthara shivan become parents of twins: લગ્નના 4 જ મહિનામાં નયનતારાએ ટ્વિન્સને આપ્યો જન્મ, પતિ વિગ્નેશ શિવને સો.મીડિયા પર પોસ્ટ શેર કરીને આપ્યા ગુડ ન્યુઝ

Nayanthara shivan become parents of twins: વિગ્નેશ શિવને ઇન્સ્ટાગ્રામ પર નયનતારા અને પોતાની સાથે પોતાના બંને નવજાત બાળકોના પગ ચૂમતા 2 તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી

મનોરંજન ડેસ્ક, 10 ઓક્ટોબરઃNayanthara shivan become parents of twins: સાઉથ સુપરસ્ટાર નયનતારા અને વિગ્નેશ શિવન આ જ વર્ષે લગ્નના બંધનમાં બંધાયા છે. આ સ્ટાર કપલે 9 જૂન 2022ના દિવસે ચેન્નઇમાં ગ્રાન્ડ વેડિંગ કર્યા. લગ્નના માત્ર 4 જ મહિનામાં આ સ્ટાર કપલે ફેન્સને ગુડ ન્યૂઝ આપ્યા છે. ફિલ્મ સ્ટાર નયનતારાના પતિ વિગ્નેશ શિવને તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે આ સ્ટાર કપલ જુડવા બાળકોના પેરેન્ટ્સ બની ગયા છે.

વિગ્નેશ શિવને ઇન્સ્ટાગ્રામ પર નયનતારા અને પોતાની સાથે પોતાના બંને નવજાત બાળકોના પગ ચૂમતા 2 તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

આ તસવીરો શેર કરતા વિગ્નેશ શિવને લખ્યું, ‘નયન અને હું હવે અમ્મા અને અપ્પા…અમે ધન્ય છીએ…જુડવા બાળકો..અમારી તમામ પ્રાર્થનાઓ, અમારા પૂર્વજોના આશિર્વાદે તમામ સારી અભિવ્યક્તિઓને એક સાથે જોડીને, અમારી માટે એક સાથે આપી છે અને અમારા 2 ધન્ય બાળકોના રૂપમાં આવ્યા છે. અમે આપ સૌનો આશિર્વાદ મેળવવા માગીએ છીએ….અમારા ઉઇરો અને ઉલગામ માટે. જીવન એકસાથે ખૂબસુરત અને ઉજ્જવલ લાગે છે. ભગવાન મહાન છે.’

આ પણ વાંચોઃ Boat capsized at hazira: સુરતના હજીરા ખાતે મોડી રાત્રે 10 લોકો સાથે બોટ ડૂબી, 2 લોકો લાપતા

આ પણ વાંચોઃ PM modi gujarat visit 2nd day: PM મોદી ગાંધીનગરથી ભરૂચ પહોંચ્યા, મુલાયમસિંહ યાદવને કર્યા યાદ- વડાપ્રધાને ભરૂચ અંકલેશ્વર વિશે કહી મોટી વાત

Gujarati banner 01