Boat capsized at hazira

Boat capsized at hazira: સુરતના હજીરા ખાતે મોડી રાત્રે 10 લોકો સાથે બોટ ડૂબી, 2 લોકો લાપતા

Boat capsized at hazira: હજીરામાં ટગમાં બેઠેલા 10 જેટલા કંપની સ્ટાફના કર્મચારીઓ સાથે દરિયામાં ડૂબ્યા

સુરત, 10 ઓક્ટોબરઃBoat capsized at hazira: ગઈ કાલે સુરત હજીરા ખાતે રાત્રે એક બોટ ડૂબી ગયાની ઘટના સામે આવી છે. હજીરા ખાતે જહાજોને જેટી પર લાવવા માટે ટગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હજીરામાં ટગમાં બેઠેલા 10 જેટલા કંપની સ્ટાફના કર્મચારીઓ સાથે દરિયામાં ડૂબ્યા હતા. જેમાથી આઠ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે બે લોકોની હજી પણ શોધખોળ કરવામાં આવી રહી છે. ટગ બોટનો ઉપયોગ મોટા ભાગે મોટા જહાજો સુધી જેટીને લઈ જવા માટે કરવામાં આવતો હોય છે.

મળતી વિગતો પ્રમાણે બોટમાં એસ્સાર કંપનીના 10 કર્મચારીઓ સવાર હતા. જેમાંથી બે લોકો હજી પણ લાપતા છે. બોટમાં રસોઈયા સહિત 10 લોકો સવાર હતા તેવી માહિતી મળીર રહી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બોટમાં ટેકનિકલ ખામી સર્જાવાના કારણે બોટ ડૂબી ગઈ હતી. બોટમા સવાર ઓપરેટર અને રસોઈયો લાપતા થતા ફાયર વિભાગે તેમને શોધવાની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે ગઈ કાલે મધ્યરાત્રી સમયે આ બોટ ડૂબી ગઈ હતી. જ્યારે હજીરાના દરિયામાં આવી ઘટનાઓ બને છે, ત્યારે ફાયર વિભાગ હંમેશા ખડેપગે રહે છે. આ ઘટના પગલે ખાનગી કંપનીના ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. હજીરાના દરિયામાં આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે, ત્યારે કાલે ફરીવાર એક બોટ ડૂબવાની ઘટના બની હતી. જેમાં આઠ લોકોનો બચાવ કરવામાં આવ્યો છે, અને બે લોકો હજી પણ લાપતા છે.

આ પણ વાંચોઃ PM modi gujarat visit 2nd day: PM મોદી ગાંધીનગરથી ભરૂચ પહોંચ્યા, મુલાયમસિંહ યાદવને કર્યા યાદ- વડાપ્રધાને ભરૂચ અંકલેશ્વર વિશે કહી મોટી વાત

આ પણ વાંચોઃ World Mental Health Day: શારીરિક ફિટનેસની સાથે માનસિક ફિટનેસ પણ છે જરુરી, આ લક્ષણોને અવગણશો નહીં

Gujarati banner 01