notice issues to shilpa shamita and sunanda

Notice issues to shilpa shamita and sunanda: શિલ્પા-શમિતા અને સુનંદા શેટ્ટીને કોર્ટે નોટિસ આપી- વાંચો શું છે મામલો?

Notice issues to shilpa shamita and sunanda: કોર્ટે ત્રણેયને 28 ફેબ્રુઆરીએ હાજર થવાનો આદેશ આપ્યો

બોલિવુડ ડેસ્ક, 13 ફેબ્રુઆરીઃ Notice issues to shilpa shamita and sunanda: શિલ્પા શેટ્ટી કુંદ્રા, તેની બહેન શમિતા શેટ્ટી અને તેમની માતા સુનંદા શેટ્ટીની મુશ્કેલીઓમાં એક વાર ફરીથી વધારો થશે ? શિલ્પા, શમિતા, અને તેમની માતા સુનંદા શેટ્ટીની સામે મુંબઈની અંધેરી કોર્ટે સમન્સ જારી કર્યા છે. તેની સાથે જ કોર્ટે ત્રણેયને 28 ફેબ્રુઆરીએ હાજર થવાનો આદેશ આપ્યો છે. આ મામલો 21 લાખની લોન સાથે જોડાયેલો છે.

28 ફેબ્રુઆરીએ હાજર થવાનો આદેશ

ટ્વીટ પ્રમાણે મુંબઈની અંધેરી કોર્ટે એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુંદ્રા તેમની બહેન શમિતા શેટ્ટી અને માતા સુનંદા શેટ્ટીને એક વેપારીની ફરિયાદ બાદ સમન્સ જારી કરાયા છે. વેપારીએ આરોપ લગાવ્યો હતો કે, આ ત્રણેયે તેમનું 21 લાખ રૂપિયાનું દેવુ ચૂકવ્યુ નથી. ઉદ્યોગપતિની ફરિયાદને ધ્યાને લઈ કોર્ટે ત્રણેયને 28 ફેબ્રુઆરીએ હાજર થવાનો આદેશ આપ્યો છે.

આ છે મામલો

અહેવાલો અનુસાર કથિત રીતે એક ઓટોમોબાઈલ એજન્સીના માલિકે ત્રણેય વિરુદ્ધ કાયદાકીય પેઢી M/s Y & A Legalના માધ્યમથી રૂ. 21 લાખની છેતરપિંડી માટે ફરિયાદ નોંધાવી હતી. ઉદ્યોગપતિએ દાવો કર્યો હતો કે, શિલ્પાના દિવંગત પિતાએ 21 લાખ રૂપિયા ઉધાર લીધા હતા અને તેમણે જાન્યુઆરી 2017માં વ્યાજ સહિત રકમ ચૂકવવાની હતી.

આ પણ વાંચોઃ Rahul Bajaj:પૂર્વ સાંસદ અને ઉદ્યોગપતિ રાહુલ બજાજના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા

પિતાએ 2015માં લોન લીધી હતી

ફરિયાદ પ્રમાણે શિલ્પા શેટ્ટી બહેન શમિતા શેટ્ટી અને માતા સુનંદા આ લોન ચુકવવામાં નિષ્ફળ રહ્યા, જેને તેમના પિતાએ કથિત રીતે 2015માં લીધી હતી. સુરેન્દ્રએ વાર્ષિક 18% વ્યાજે રકમ ઉધાર લીધી હતી.

શિલ્પા, શમિતા અને તેમની માતાએ લોન ચૂકવવાની ના પાડી!

ફરિયાદ કર્તાનો દાવો છે કે, સુરેન્દ્રએ પોતાની દીકરીઓ અને પત્નીને લોન વિશે જણાવ્યું હતું. જોકે, સુરેન્દ્ર લોન ચૂકવી શકે તે પહેલા 11 ઓક્ટોબર, 2016 ના રોજ તેમનું મૃત્યુ થઈ ગયુ અને તે પછી શિલ્પા, શમિતા અને તેની માતાએ લોન ચૂકવવાનો ઈનકાર કર્યો હતો.

Gujarati banner 01