Raj Kaushal Mandira d

Raj kaushal: આ અભિનેત્રીના પતિ અને ફિલ્મ પ્રોડ્યૂસર-ડાયરેક્ટર રાજ કૌશલનું વહેલી સવારે નિધન..! વાંચો સંપૂર્ણ અહેવાલ

Raj kaushal: આજે સવારે 4.30 કલાકે પોતાના ઘરે હાર્ટ એટેકનો શિકાર બન્યા આ જાણીતા અભિનેતા- ડાયરેક્ટર અને પ્રોડ્યુસર રાજ કૌશલ

બોલિવુડ ડેસ્ક, 30 જૂનઃ Raj kaushal: ટીવી અને ફિલ્મ અભિનેત્રી મંદિરા બેદીના પતિનું આજે વહેલી સવારે નિધન થયું. રિપોર્ટસમાં જણાવ્યા પ્રમાણે તેમનું નિધન હાર્ટ એટેકના કારણે થયુ છે. રાજે અભિનેતા તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. રાજ કૌશલના નિધનથી બોલિવૂડ હસ્તીઓ સ્તબ્ધ થઈ ગઈ છે.

રાશ કૌશલ આજે સવારે 4.30 કલાકે પોતાના ઘરે હાર્ટ એટેકનો શિકાર બન્યા હતા. પરિવારના સભ્યો મેડિકલની મદદ લે તે પહેલા જ રાજ કૌશલનું નિધન થઈ ગયુ હતું.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, રાજ કૌશલ અને મંદિર બેદીના બે સંતાનો છે. રાજ કૌશલ(Raj kaushal) વ્યવસાયે પ્રોડ્યૂસર અને સ્ટંટ ડાયરેક્ટર હતાં. રાજ કૌશલે કભી-કભી, શાદી કા લડ્ડૂ અને એન્થની કૌન હૈં, માઈ બ્રધર નિખિલ, પ્યાર મેં કભી-કભી જેવી ફિલ્મો પ્રોડ્યૂસ કરી હતી. તેમના આકસ્મિક મોતથી બોલિવૂડ ફરી એક વાર શોકમાં ગરકાવ થયુ છે.

મંદિરા બેદી અને રાજ કૌશલ કામ કરતી વખતે જ બંનેની મૈત્રી થઇ અને 1999માં રાજ કૌશલે મંદિર બેદી સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક દિકરો અને બે વર્ષની એક દત્તક દિકરી છે.

આ પણ વાંચોઃ Download Aadhaar: આ લિંક પર ક્લિક કરીને આપ કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકાશે, યુઆઈડીએઆઈએ કરી જાહેરાત- જુઓ વીડિયો