Bharuch local crime

Bharuch crime branch: ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે દેરોલ ચોકડી નજીકથી પિસ્તોલ અને કારતૂસના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી

Bharuch crime branch: હાલ રથયાત્રા સહિતના તહેવારો આવી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લો ગેરકાયદેસર હથિયાર મુક્ત બને એ માટે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ રાખવામા આવી હતી. જેમાં ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા મળી છે

ભરુચ, 30 જૂનઃBharuch crime branch: રથયાત્રાના તહેવારને ગણતરીના જ દિવસો બાકી છે. જેના કારણે ગુજરાત પોલીસ તંત્ર સર્તક બની ગયું છે. રથયાત્રાની ભીડની વચ્ચે અનેક ગુનાખોરો પોતાના ગુનાને અંજામ આપતા હોય છે. તાજેતરમાં જ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે(Bharuch crime branch) દેરોલ ચોકડી નજીકથી પિસ્તોલ અને કારતૂસના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી બિહારથી હથિયાર લાવી ભરૂચ આવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ(Bharuch crime branch)ને બાતમી મળેલ હતી કે બિહાર-પટનાથી ભરૂચમાં એક ઇસમ વેચવા માટે હથિયાર લાવેલ છે. જેની તપાસ કરવા મંગળવારના રોજ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે દેરોલ ચોકડી નજીક વોચ ગોઠવી હતી.આ દરમ્યાન એક શખ્સ ટ્રાવેલિંગ બેગ સાથે આવતા તેને રોકી બેગની તપાસ કરવામાં આવતા બેગમાંથી હથિયાર મળી આવ્યા હતા. બિહાર-પટનાથી ભરૂચમાં વેચવા માટે લાવેલ હથિયાર સાથે મંગળવારના રોજ સેરાજ અનવર ઉર્ફે સિરાજ મંજોર અંસારી નામના ઇસમની લાયસન્સ વગરના ગેરકાનૂનની હથિયારો સાથે લોકલ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી.

Whatsapp Join Banner Guj


આરોપીના કાળા રંગની ટ્રાવેલિંગ બેગમાં લાયસન્સ વિનાના અગ્નિશસ્ત્રો પૈકી પિસ્તોલ નંગ 2 જેની કિંમત રૂ 50000/-, 2 મેગઝીન કિંમત રૂ.400/-, કાર્ટીઝ 19 જેની કિંમત 1900/- સહિત ૬૧,૬૧૦/- ના મુદામાલ સાથે લોકલ ક્રાઇમ બ્રાંચે(Bharuch crime branch) ધરપકડ કરી હતી. ઝડપાયેલ આરોપી સેરાજ અન્સારીની પૂછતાછ કરતાં તે હાલ આમોદની એકતાગ્રીન સોસાયટીમાં રહેતો હોવાનું અને મૂળ બિહારનો હોવાનું જણાવ્યું હતું.

બિહારથી જ તે આ હથિયારો લાવ્યો હતો. તે મલેશિયા પણ રહી આવ્યો છે અને દેશના વિવિધ રાજ્યોમાં ફરી ભરૂચ આવ્યો હતો તેવી માહિતી આપી હતી. ત્યારે આ હથિયારનો જથ્થો ભરૂચમાં કોને આપવાનો હતો એ સહિતના પ્રશ્નોના જવાબ મેળવવા પોલીસે(Bharuch crime branch) તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચોઃ Raj kaushal: ફિલ્મ અને ટીવી અભિનેત્રીના પતિ અને ફિલ્મ પ્રોડ્યૂસર-ડાયરેક્ટર રાજ કૌશલનું વહેલી સવારે નિધન..! વાંચો સંપૂર્ણ અહેવાલ