Aadhar Card

Download Aadhaar: આ લિંક પર ક્લિક કરીને આપ કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકાશે, યુઆઈડીએઆઈએ કરી જાહેરાત- જુઓ વીડિયો

Download Aadhaar: યુઆઈડીએઆઈએ આધારા કાર્ડનું નવી ફિચર લોન્ચ કર્યુ છે, જેને માસ્ક્ડ આધારા કાર્ડ નામ આપવામાં આવ્યુ છે

નવી દિલ્હી, 30 જૂનઃ Download Aadhaar: આધાર કાર્ડ એવુ ઓળખ પત્ર છે જેની જરુર વ્યક્તિને ગમે ત્યારે પડી શકે છે. તેથી જ એક સુવિધા આપવામાં આવી છે. આધાર કાર્ડને ઓનલાઈન ડાઉનલોડ કરવાનું હવે એકદમ સરળ થઈ ગયુ છે. ભારતીયોની ખાસ ઓળખાણ એવા આધારને ડાયરેક્ટ લિંક eaadhaar.uidai.gov.in/ શેર કરી છે. આ લિંક પર ક્લિક કરીને આપ કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકશો.

યુઆઈડીએઆઈએ પોતાના સત્તાવાર ટ્વિટ હેંડલ પર પોતાના ટ્યૂટોરિયલ ટ્વીટમા આ સુવિધાની જાણકારી આપી છે. આધાર આજે દરેક સમયે ઓળખાણનો મહત્વનો પુરાવો મનાય છે. બેંકથી લઈને સરકારી યોજનાનો પણ લાભ લેવા માટે આધાર કાર્ડની જરૂર પડે છે.

આધારા કાર્ડને ઓનલાઈન ડાઉનલોડ(Download Aadhaar) કરવા માટે ડાયરેક્ટ લીંક શેર કરતા યુઆઈડીએઆઈને ટ્વિટ કર્યુ છે કે, આપનું આધાર કાર્ડ https://eaadhaar.uidai.gov.in ગમે ત્યારે, ગમે ત્યાં ડાઉનલોડ કરો. આપ અહીં નિયમિત આધાર ડાઉનલોડ કરવાનું પસંદ કરી શકો છો.

ઓનલાઈન આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે આપને યુઆઈડીએઆઈ દ્વારા આપવામાં આવેલી ડાયરેક્ટ લિંક eaadhaar.uidai.gov.in/ પર લોગ ઈન કરવાનું રહેશે. ત્યાર બાદ ઓટીપીના માધ્યમથી લોગિન કરવાનું રહેશે. ત્યાર બાદ અમુક સ્ટેપનું પાલન કરીને આપ આપનું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકશો.

Whatsapp Join Banner Guj

આધાર ડાઉનલોડ(Download Aadhaar) કરવાના સરળ સ્ટેપઃ

  • આ લિંક પર ડાયરેક્ટર ક્લિક કરો – eaadhaar.uidai.gov.in/
  • આપનો 12 અંકનો આધાર નંબર નાખો
  • માસ્ક આધાર કાર્ડ જોઈએ તો, આઈ વોંટ અ માસ્ક્ડ આધાર વિકલ્પ પસંદ કરો.
  • કેપ્ચા કોડ નાખો
  • ઓટીપી મોકલો- ક્લિક કરો.
  • મોબાઈલ નંબર પર આવેલો ઓટીપી નાખો
  • ઓટીપી નાખ્યા હાદ કોમ્પ્યુટર અથવા મોબાઈલ પર ડાઉનલોડનો વિકલ્પ આવશે.
  • ભવિષ્ય માટે તેને સેવ કરી રાખો.

હાલમાં જ યુઆઈડીએઆઈએ આધારા કાર્ડનું નવી ફિચર લોન્ચ કર્યુ છે, જેને માસ્ક્ડ આધારા કાર્ડ નામ આપવામાં આવ્યુ છે. કારણ કે, આધાર કાર્ડમાં 12 અંક હોય છે. પણ આ માસ્ક્ડ આધાર કાર્ડની મદદથી આપ શરૂઆતના 8 અંક છૂપાવી શકો છો. એટલે કે માસ્ક્ડ આધાર કાર્ડ આપને છેલ્લા 4 અંક જ બતાવશે.

આ પણ વાંચોઃ Delta plus varient in Gujarat: સામાન્યમાં ન લેતા આ વાતઃ ગુજરાતમાં ત્રીજો ડેલ્ટા વેરિએન્ટનો કેસ નોંધાયો, વાંચો વિગત