Rhea kapoor wedding

Rhea kapoor wedding: આજે અનિલ કપૂરની નાની દીકરી રિયા 13 વર્ષથી ડેટ કરી રહેલા બોયફ્રેન્ડ સાથે કરી રહી છે લગ્ન…!

Rhea kapoor wedding: રિયાનો બોયફ્રેન્ડ કરણ બુલાની પણ સોશિયલ મીડિયા પર પોતાનો પ્રેમ વ્યક્ત કરી ચૂક્યો છે

બોલિવુડ ડેસ્ક, 14 ઓગષ્ટઃ Rhea kapoor wedding: બોલિવૂડના એવરગ્રીન અભિનેતા અનિલ કપૂર અને સુનીતા કપૂરની નાની દીકરી અને ફિલ્મ પ્રોડ્યુસર રિયા કપૂર આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. રિયા કપૂર તેના બોયફ્રેન્ડ કરણ બુલાની સાથે આજે ગુપચુપ રીતે લગ્ન કરવા જઈ રહી છે. રિયા કપૂર અને કરણ બુલાની છેલ્લા 13 વર્ષથી રિલેશનશિપમાં છે અને આજે અનિલ કપૂરના જૂહુના બંગલા પર તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Bogus doctor: વિરમગામના ઉખલોડ ગામેથી ઝડપાયો બોગસ તબીબ, SOG શાખાએ દવાઓ અને મેડિકલ સાધનો કર્યા જપ્ત

સૂત્રોના અનુસાર, રિયા કપૂર અને કરણ બુલાનીના લગ્ન(Rhea kapoor wedding) સમારોહ બે-ત્રણ દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે. જોકે, કપૂર પરિવારના સત્તાવાર પ્રવક્તાએ હજી સુધી તેની પુષ્ટિ નથી કરી. તેમજ આ લગ્ન સમારોહમાં નજીકના લોકો જ હાજર હશે. તે ઉપરાંત અને દુલ્હા અને દુલ્હનના નજીકના મિત્રો જ સામેલ હશે.

બંને લવ બર્ડ્સ આ પહેલા સોશિયલ મીડિયા પર પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા હતા. રિયા કપૂર હંમેશાં સોશિયલ મીડિયા પર કરણની તસવીરો શેર કરતી જોવા મળી છે. તેમજ કરણ બુલાની પણ સોશિયલ મીડિયા પર પોતાનો પ્રેમ વ્યક્ત કરી ચૂક્યો છે. અત્યારે રિયા પ્રોડ્યુસર હોવાની સાથે પોતાની બહેન સોનમની સાથે રેસન નામની ફેશન બ્રાન્ડ પર પણ કામ કરી રહી છે. તેમજ એક વર્ષથી લંડનમાં રહ્યા બાદ સોનમ કપૂર જુલાઈમાં મુંબઈ પાછી આવી હતી, તેનો પતિ આનંદ આહુજા પણ હાલમાં મુંબઈમાં છે.

આ પણ વાંચોઃ Seasonal diseases cases in children: સિવિલના બાળ વિભાગમાં તાવ-શરદી-ખાંસીના બાળદર્દીઓ દાખલ, બાળકોના માતા-પિતાને ત્રીજી લહેરનો ભય

ઉલ્લેખનીય છે કે, કરણ બુલાનીની વાત કરીએ તો તે એક ફિલ્મ નિર્માતા છે, જેણે લગભગ 500 જાહેરાતો બનાવી છે. તે ઉપરાંત તેણે ‘આયશા’ અને ‘વેકઅપ સિડ’જેવી ફિલ્મમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે. તેણે અનિલ કપૂરની સાથે સિલેક્શન ડેમાં કામ કર્યું છે અને શોર્ટ ફિલ્મો પણ બનાવી છે. તે ઉપરાંત ઉપરાંત કરણે ઘણી ફિલ્મો અને શોમાં ડિરેક્શન, પ્રોડક્શન અને ડબિંગનું કામ પણ કર્યું છે.

Whatsapp Join Banner Guj