Bogus doctor 1

Bogus doctor: વિરમગામના ઉખલોડ ગામેથી ઝડપાયો બોગસ તબીબ, SOG શાખાએ દવાઓ અને મેડિકલ સાધનો કર્યા જપ્ત

Bogus doctor: ડીગ્રી વગર એલોપેથીક તબીબીની પ્રેક્ટીસ કરતો હોવાની SOG શાખાને મળી હતી બાતમી

અમદાવાદ, 14 ઓગષ્ટઃ Bogus doctor: અમદાવાદ જિલ્લાના વિરમગામના ઉખલોડ ગામેથી ડિગ્રી વગર જ પ્રેક્ટીસ કરતો બોગસ તબીબ ઝડપાયો છે. અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ બાતમીને આધારે રેડ પાડી ડીગ્રી વગર ગેરકાયદે દવાખાનું ચલાવતા બોગસ તબીબને ઝડપી લીધો હતો.

છેલ્લા કેટલાય સમયથી ગ્રામ્ય વિસ્તારના લોકોને તબીબ તરીકે ઓળખ આપી પ્રેક્ટીસ કરી રહ્યો હતો. આ મામલે SOG શાખાએ મુદ્દામાલ સાથે બોગસ તબીબને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

705ad626 8953 454e 84a0 2eda66138e4f

ઉખલોડ ગામે ગણેશ ઉર્ફે પીન્ટુ ઠાકોર દુકાન ભાડે રાખી ગેરકાયદેસર દવાખાનું ખોલી ડીગ્રી વગર એલોપેથીક તબીબી(Bogus doctor)ની પ્રેક્ટીસ કરતો હોવાની SOG શાખાને બાતમી મળી હતી. જેના આધારે SOG શાખાના પીઆઇ ડી.એન.પટેલની માર્ગદર્શન હેઠળ બાતમીવાળી જગ્યાએ રેડ કરતા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા પીન્ટુ ઠાકોરને ઝડપી લીધો છે.

આ પણ વાંચોઃ 12 year old daughter suicide: કારેલી ગામમાં માતા ખરીદી કરવા સાથે ન લઇ જતાં 12 વર્ષની દીકરીએ ફાંસો ખાઇ, જીવન ટૂંકાવ્યું

આરોપીના દવાખાનામાંથી એલોપેથીક દવાઓ અને મેડિકલ સાધનો સહિત કુલ રૂ. 6,578 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. હાલ આ મામલે SOG શાખાએ બોગસ તબીબી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Whatsapp Join Banner Guj