Richa Chadha Wedding date

Richa Chadha Wedding date: બોલિવુડ એક્ટ્રસ પોતાના બોયફ્રેન્ડ સાથે કરશે લગ્ન, તારીખ કરી જાહેર

Richa Chadha Wedding date: ઋચા ચઢ્ઢા લોંગ ટાઇમ બોયફ્રેન્ડ અલી ફઝલ સાથે કરશે લગ્ન

બોલિવુડ ડેસ્ક, 06 સપ્ટેમ્બરઃ Richa Chadha Wedding date: બોલિવુડ અભિનેત્રી ઋચા ચઢ્ઢાના લગ્નની ચર્ચા છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે. તેવામાં હવે ઋચા ચઢ્ઢાના લગ્નની તારીખ પણ સામે આવી છે. ઋચા ચઢ્ઢા અને અલી ફઝલ વચ્ચે ડેટિંગની ખબરો લાંબા સમયથી આવી રહી હતી. આ મહિનાના અંતમાં ઋચા ચઢ્ઢા અને અલી ફઝલના લગ્ન થશે. 

ખબરો અનુસાર, તેમનું ગ્રાન્ડ વેડિંગ દિલ્હીમાં આયોજિત કરાયું છે. કપલના લગ્ન ભવ્ય અને ગ્રાન્ડ લેવલ પર થશે. તેના બાદ તેઓ ઓક્ટોબરમાં મુંબઈમાં એક ગ્રાન્ડ રિસેપ્શન આપશે. જેમાં 350-400 જેટલા મહેમાનો સામેલ થશે. લગ્નની તારીખ સામે આવતા જ તેમના ફેન્સમાં ખુશીની લહેર છવાઈ છે. તેઓ જલ્દી જ તેમના લગ્નની તસવીરો જોવા આતુર છે. 

આ પણ વાંચોઃ Pranav Thakkar’s statement about grade pay: આપ ગુજરાત પ્રદેશ લીગલ સેલના પ્રદેશ પ્રમુખ પ્રણવ ઠક્કરએ ગ્રેડ પેને લઇ કહી મહત્વની વાત- વાંચો વિગત

સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં દિલ્હીમાં તેમના લગ્નનું આયોજન કરાયું છે. જ્યારે કે લગ્નના અન્ય પ્રસંગો મુંબઈ અને દિલ્હી એમ બંને શહેરોમાં થશે. સંગીત અને મહેંદી સેરેમની પણ યોજાશે. 

ઉલ્લેખનીય છે કે, આ પહેલા કપલે 21,  23 અને 24 એપ્રિલના રોજ લગ્ન કરવાનું આયોજન કર્યુ હતું. આ માટે ઋચા ચઢ્ઢાએ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો પણ કર્યો હતો કે, તે બંને લગ્નનું પ્લાનિંગ કરી રહ્યાં છે. એપ્રિલ મહિનામાં આમંત્રણ આપવાની જ તૈયારી હતી, અને અંતિમ પળે કોરોના મહામારીને કારણે લગ્નનું આયોજન કેન્સલ કર્યું હતું.

આ પણ વાંચોઃ India’s first intranasal vaccine approved by DCGI: ભારતની નેઝલ વેક્સીનને DCGIએ આપી મંજૂરી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ આપી જાણકારી

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.