Rain

Rain forecast: આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના, તંત્ર થયુ એલર્ટ

Rain forecast: અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના

• સરદાર સરોવર જળાશયમાં સંગ્રહ શકિતના ૯૪.૭૦% પાણીનો સંગ્રહ
• SEOC,ગાંધીનગર ખાતે રાહત કમિશનરની ઉપસ્થિતિમાં વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઇ

ગાંધીનગર, 06 સપ્ટેમ્બરઃ Rain forecast: રાહત કમિશનર હર્ષદભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતા જણાવ્યું હતું કે,આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ તથા અમરેલી, ગીર સોમનાથ,નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ Richa Chadha Wedding date: બોલિવુડ એક્ટ્રસ પોતાના બોયફ્રેન્ડ સાથે કરશે લગ્ન, તારીખ કરી જાહેર

સિંચાઈ વિભાગના અધિકારીએ રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં ૩,૧૬,૩૮૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૯૪.૭૦% છે. રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૪,૫૩,૫૯૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના ૮૧.૨૬% છે. હાલમાં રાજ્યમાં કુલ ૧૦૨ જળાશય હાઇ એલર્ટ ૫ર, કુલ ૨૩ જળાશય એલર્ટ ૫ર તેમજ ૧૧ જળાશય વોર્નીગ ૫ર છે.

કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ૫ સપ્ટેમ્બર સુધીમાં અંદાજીત ૮૩,૨૩,૨૨૦ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. જે ગત વર્ષના સમયગાળા દરમ્યાન ૮૧,૫૫,૨૨૦ હેક્ટર વાવેતર થયુ હતુ.

રાજ્યમાં હાલ NDRF ની ૩ ટીમ ડીપ્લોય કરાઈ છે, જેમાં કચ્છ-૧, નવસારી-૧, રાજકોટ-૧ NDRFની ટીમ તૈનાત છે. ઉપરાંત ગાંધીનગરમાં ૨ અને વડોદરામાં ૧૦ એમ કુલ-૧૨ ટીમ રીઝર્વ રખાઈ છે. તે સિવાય રાજ્યમાં SDRFની કુલ ૧૧ પ્લાટુન રીઝર્વ છે.

આ બેઠકમાં ઉર્જા,માર્ગ અને મકાન, GSRTC, GSDMA, CWC, કોસ્ટ ગાર્ડ, પશુપાલન, ફોરેસ્ટ, શહેરી વિકાસ સહિત વિવિધ વિભાગના અઘિકારીઓએ ઉપસ્થિત રહી વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.

આ પણ વાંચોઃ Pranav Thakkar’s statement about grade pay: આપ ગુજરાત પ્રદેશ લીગલ સેલના પ્રદેશ પ્રમુખ પ્રણવ ઠક્કરએ ગ્રેડ પેને લઇ કહી મહત્વની વાત- વાંચો વિગત

Gujarati banner 01