Salman khan 1

Salman Khan Shoes News: ના હોય? ભાઈજાને પહેર્યા એવા જૂતા કે ચાહકોને લાગ્યો ઝટકો, જુઓ તસ્વીર…

Salman Khan Shoes News: સલમાન ખાન તેના સાદા જીવન જીવવા માટે જાણીતો છે તેની ઉદાહરણ આ તસવીર છે

મનોરંજન ડેસ્ક, 24 નવેમ્બરઃ Salman Khan Shoes News: સલમાન ખાન તેની ફિલ્મ ટાઇગર 3 ને લઇને ચર્ચામાં છે. હાલ અભિનેતા ટાઇગર 3 ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. હાલમાં સલમાન ખાન તેની ભાણી અલિઝેહની ફિલ્મ ફેરીના સ્ક્રીનિંગમાં પહોંચ્યો હતો. હવે સલમાન ખાનની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં તેના જૂતાને કારણે ચાહકોને 440 વોલ્ટનો ઝટકો લાગ્યો છે.

સલમાનની તસવીર થઇ વાયરલ

સલમાન ખાન તેના સાદા જીવન જીવવા માટે જાણીતો છે તેની ઉદાહરણ આ તસવીર છે. સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઇ રહી છે જેને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. વાસ્તવમાં આ તસવીર એક ઇવેન્ટની હોવાનું કહેવાય છે, આ તસવીરમાં સલમાન ખાન અને કેટરીના કેફ સાથે એક મહિલા પણ જોવા મળી રહી છે.

તસવીરમાં સલમાન ખાનના જૂતાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તસવીરમાં સલમાન ખાન કાળું શર્ટ અને કાળા પેન્ટ સાથે કાળા રંગના શૂઝ પહેરેલો જોવા મળી રહ્યો છે. આમાં સલમાનના શૂઝને હાઇલાઇટ કરવામાં આવ્યા છે. ફોટામાં દેખાતા જૂતા પર ઘણી માટી છે અને તે ફાટેલા પણ દેખાય છે.

સલમાન ખાનના જૂતા જોઈને ચાહકોને 440 વોલ્ટનો ઝટકો લાગ્યો છે કારણ કે સલમાન ખાન કરોડોની સંપત્તિનો માલિક હોવા છતાં આવા માટી વાળા અને ફાટેલા જૂતા પહેરે છે. ઘણા લોકો સલમાન ખાનની સાદગીના પણ વખાણ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાનની કુલ સંપત્તિ 2850 કરોડ રૂપિયા છે. આટલી સંપત્તિ હોવા છતાં સલમાન ખાન 1 BHK ફ્લેટમાં રહે છે.

આ પણ વાંચો… Telangana Assembly Election 2023: તેલંગાણામાં ચૂંટણી પહેલા કરોડોની બિનહિસાબી રોકડ જપ્ત, વાંચો સમગ્ર મામલો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો