Banner

Telangana Assembly Election 2023: તેલંગાણામાં ચૂંટણી પહેલા કરોડોની બિનહિસાબી રોકડ જપ્ત, વાંચો સમગ્ર મામલો

Telangana Assembly Election 2023: પોલીસે રંગારેડ્ડીના ગચીબાઉલીમાં એક કારમાંથી રૂ.5 કરોડ રોકડા જપ્ત કર્યા

નવી દિલ્હી, 24 નવેમ્બરઃ Telangana Assembly Election 2023: તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે 30 નવેમ્બરે મતદાન થવાનું છે. દરમિયાન, પોલીસે રંગારેડ્ડીના ગચીબાઉલીમાં એક કારમાંથી રૂ. 5 કરોડ રોકડા જપ્ત કર્યા છે. જ્યારે કાર ચાલકોને આ રોકડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ આ રોકડનો કોઈ હિસાબ આપી શક્યા ન હતા. પોલીસે ત્રણ લોકોને કસ્ટડીમાં લીધા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી બે સૂટકેસ મળી આવ્યા હતા. જ્યારે તેને ખોલીને જોયું તો પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે રોકડ જપ્ત કરી ત્રણેય લોકોને કસ્ટડીમાં લીધા હતા. આ રોકડ આવકવેરા વિભાગને સોંપવામાં આવી હતી.

ચૂંટણીની જાહેરાત બાદથી લગભગ 1760 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી

આ પહેલા ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, 5 રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત બાદથી લગભગ 1760 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી છે. આ 2018માં આ 5 રાજ્યોમાંથી મળેલી રોકડ કરતાં 7 ગણી વધારે છે. ચૂંટણી પંચ રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને આવી કાર્યવાહી કરે છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ચૂંટણીની જાહેરાત બાદ એમપી, મિઝોરમ, છત્તીસગઢ, તેલંગાણા અને રાજસ્થાનમાંથી 1760 કરોડ રૂપિયાથી વધુ રકમ જપ્ત કરવામાં આવી છે. જ્યારે 2018માં આ રાજ્યોમાંથી 239.15 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.

અગાઉ ચૂંટણી પંચે ગુજરાત, હિમાચલ, નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરા અને કર્ણાટકમાં 1400 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ જપ્ત કરી હતી. આ છેલ્લી ચૂંટણીમાં જપ્ત કરાયેલી રોકડ કરતાં 11 ગણી વધારે છે.

આ પણ વાંચો… Balanced Advantage Fund: બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે તેનું બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ રજૂ કર્યું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો