Raj Kundra Shilpa Shetty

Shilpa shetty: પતિ રાજની ધરપકડની અસર પત્નિના કરિયર પડી, આ શોમાંથી શિલ્પા શેટ્ટી થઇ આઉટ- હવે આ અભિનેત્રી લેશે તેની જગ્યા..!

Shilpa shetty: શિલ્પાએ છેલ્લી ઘડીએ આ શૂટિંગમાં જોડાવાની ના પાડી દીધી હતી. તેથી શોના નિર્માતાએ શિલ્પાના સ્થાને કરિશ્મા કપૂર જોવા મળશે

બોલિવુડ ડેસ્ક, 21 જુલાઇઃ Shilpa shetty: છેલ્લા ઘણા વર્ષોથી શિલ્પા શેટ્ટી ફિલ્મોથી દુર છે પરંતુ ટેલિવિઝન શોમાં જજ તરીકે જોવા મળે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, શિલ્પા શેટ્ટી આ શોમાંથી નીકળી ગઇ છે. શિલ્પાએ પોતે જ નીકળી જવાનો નિર્ણય પતિ રાજ કુન્દ્રાને હાથકડી લાગવાથી લીધો છે.

ઉલ્લેખનીય છે કે, મુંબઇ પોલીસે રાજ કુન્દ્રાને સોમવારે રાતના પોર્ન ફિલ્મ બનાવાના અને તેને થોડા એપ્સ પર મુકવાના આરોપ હેઠળધરપકડ કરી હતી અને મંગળવારે તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. પરિણામે શિલ્પાએ શોમાંથી દૂર થઇ ગઇ છે. 

આ પણ વાંચોઃ Jeff Bezos is Go and back to Space: વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ અંતરિક્ષની સફર ખેડી ઇતિહાસ રચ્યો, લોન્ચિંગથી પરત સુધીની પ્રક્રિયા ઓટોમેટિક

સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર, મંગળવારથી સુપર ડાન્સર ચેપ્ટર ચારના અપકમિંગ એપિસોડના શૂટિંગ થવાના હતા. શિલ્પાએ છેલ્લી ઘડીએ આ શૂટિંગમાં જોડાવાની ના પાડી દીધી હતી. તેથી શોના નિર્માતાએ શિલ્પાના સ્થાને કરિશ્મા કપૂરને વિશેષ જજ કરીકે ગોઠવી દીધી છે.

હવેથી આ શોમાં ગીતા કપૂર, કરિશ્મા કપૂર અને અનુરાગ બસુ જોવા મળશે અને આ શોનું શૂટિંગ પણ શરૂ થઇ ગયું છે. શિલ્પા શેટ્ટીએ સેટ પર ન આવવાનું કારણ જણાવ્યું નહોતું. અભિનેત્રીએ શોના નિર્માતાને જણાવ્યું હતુ ંકે અંગત ઇમરજન્સી આવી જવાથી તે આજે શોના શૂટિંગ પર આવી શકશે નહીં.

આ પણ વાંચોઃ Mamta didi in gujarat: ગુજરાતમાં ‘આપ’ પછી હવે ‘તૃણમૂલ પાર્ટી સાથે મમતા દીદીનું આગમન- આજે વર્ચ્યુઅલ સંબોધન કરશે- વાંચો વિગત

જોકે રાજ કુન્દ્રાની ધરપકડના કારણે જ તેણે આ શોમાંથી બ્રેક લીધો છે. શિલ્પા જલદી જ ફિલ્મ હંગામા ટુમાં પરેશ રાવલ સાથે તેની પત્નીના રોલમાં જોવા મળવાની છે. આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવાની છે. 

Whatsapp Join Banner Guj