Income tax online file

Form 15CA and 15CB: ફોર્મ 15સીએ-15 સીબી ભરવાની તારીખ લંબાવવામાં આવી, આ છે છેલ્લી તારીખ- વાંચો અગત્યની માહિતી

Form 15CA and 15CB: આવકવેરાના પોર્ટલ પર ફોર્મ અપલોડ જ ન થતાં હોવાની કરદાતાઓની ફરિયાદને સીબીડીટીએ માન્ય રાખી પગલું લીધું

અમદાવાદ, 21 જુલાઇઃ Form 15CA and 15CB: ભારતમાંથી વિદેશ નાણાં મોકલવા માગનારાઓએ ભરવાના થતાં ફોર્મ નંબર 15 સીએ અને 15 સીબી ઓનલાઈન અપલોડ કરવામાં તકલીફ પડતી હોવાથી ફરિયાદોને ધ્યાનમાં લઈને આવકવેરા કચેરીએ આ બંને ફોર્મ ભરવાની મુદત 15મી ઓગસ્ટ સુધી લંબાવી આપી છે.

વિદેશમાં બિનહિસાબી નાણાં ગેરકાયદેસર રીતે ન મોકલી આપે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 15 સીએ ફોર્મમાં વિદેશ નાણાં મોકલવાની વિગતો આપવામાં આવે છે. જ્યારે 15 સીબીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ Mamta didi in gujarat: ગુજરાતમાં ‘આપ’ પછી હવે ‘તૃણમૂલ પાર્ટી સાથે મમતા દીદીનું આગમન- આજે વર્ચ્યુઅલ સંબોધન કરશે- વાંચો વિગત

તેની સાથે કરદાતાના આવકવેરાના રિટર્ન સહિતની વિગતો એટેચ કરવામાં આવે છે.  પરિણામે કરદાતાઓ આગામી 15મી ઓગસ્ટ 2021 સુધી 15સીએ અને 15સીબી ફોર્મ ઓનલાઈન ભરી શકશે એવી જાહેરાત આજે સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસે કરી છે.

આવકવેરા ધારા 1961ની જોગવાઈ હેઠળ કરદાતાઓએ ફોર્મ 15સીએ અને 15સીબી(Form 15CA and 15CB) ઇલેક્ટ્રોનિકલી અપલોડ કરવાનું હોય છે. આયાત અને નિકાસકારોને વિદેશ પૈસા મોકલવાની જરૂર પડતી હોય છે. આ જ રીતે જેમના સંતાનો વિદેશ ભણવા ગયા હોય તેવા માતાપિતા પણ આ ફોર્મ ભરીને અપલોડ કરે તે પછી જ પરદેશના ખાતામાં તેમના પૈસા ટ્રાન્સફર થાય છે. 

આમ તો પહેલી જૂન સુધીમાં આ કામગીરી પૂરી કરવાની હતી. પરંતુ આવકવેરા ખાતાનું પોર્ટલ બરાબર ન ચાલતું હોવાથી કરદાતાઓ આ ફોર્મ અપોલડ કરી શક્યા નહોતા. ત્યારબાદ આવકવેરા ખાતાએ નવું પોર્ટલ ચાલુ કરતાં એક પોર્ટલ થોડા દિવસ માટે બંધ રહ્યું હતું. વાસ્તવમાં ડબ્લ્યુડબ્લ્યુડબ્લ્યુ.ઇન્કમટેક્સ.જીઓવી.કોમ નામના પોર્ટલ પર આ વિગતો અપલોડ કરવાની છે.

આ પણ વાંચોઃ Shilpa shetty: પતિ રાજની ધરપકડની અસર પત્નિના કરિયર પડી, આ શોમાંથી શિલ્પા શેટ્ટી થઇ આઉટ- હવે આ અભિનેત્રી લેશે તેની જગ્યા..!

પરંતુ તે શક્ય ન બનતા મુદત 30મી જૂન સુધી લંબાવવામાં આવી હતી. તેમ છતાંય પોર્ટલ પર તે ફોર્મ અપલોડ ન થઈ શકતા હોવાથી આ ફોર્મ ભરીને તેની હાર્ડ કોપી મેન્યુઅલી સંબંધિત અધિકારીને તથા ઓથોરાઈઝ ડીલરને પહોંચાડવાની છૂટ આપવામાં આવી છે. ઓથોરાઈઝ ડીલરને 15મી જુલાઈ 2021 સુધી આ ફોર્મ સ્વીકારવાની છૂટ આપવામાં આવી છે.

આ ફોર્મ(Form 15CA and 15CB) ભરાયા પછી અને તેની સત્તાવાર કોપી ફોરેન એક્સચેન્જના ડીલરને આપ્યા બાદ જ જે તે વ્યક્તિ નાણાં વિદેશ મોકલી શકે છે. આ ગાળા દરમિયાન નવા ઇ-ફાઈલિંગ પોર્ટલ પર ફોર્મ ઓનલાઈન અપલોડ કરી શકાય તેવી સુવિધા કરી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેની મદદથી ડોક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર – ડીઆઈએન જનરેટ કરી શકાશે.

Whatsapp Join Banner Guj