Mamta meeting gujarat

Mamta didi in gujarat: ગુજરાતમાં ‘આપ’ પછી હવે ‘તૃણમૂલ પાર્ટી સાથે મમતા દીદીનું આગમન- આજે વર્ચ્યુઅલ સંબોધન કરશે- વાંચો વિગત

Mamta didi in gujarat: પ.બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૃલ કોંગ્રેસ સુપ્રિમો મમતા બેનર્જી વર્ચ્યુઅલ સંબોધન કરશે . આ મુદ્દે અમદાવાદ શહેરમાં પોસ્ટર લાગ્યા છે

અમદાવાદ, 21 જુલાઇ : Mamta didi in gujarat: ગુજરાતમાં રાજકારણમાં આગામી દિવસોમાં નવા સમીકરણો સર્જાય તેવા એંધાણ વર્તાયા છે કેમકે, આમ આદમી પાર્ટીના પ્રવેશ બાદ વધુ એક રાજકીય પક્ષ ગુજરાતમાં પગપેસારો કરે તેવી શક્યતા જોવાઇ રહી છે . 

ગુજરાતના રાજકારણમાં તૃણમુલ કોંગ્રેસ(Mamta didi in gujarat)નો ઉદય થાય તેવા અણસાર છે.  બુધવારે પ.બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૃલ કોંગ્રેસ સુપ્રિમો મમતા બેનર્જી વર્ચ્યુઅલ સંબોધન કરશે . આ મુદ્દે અમદાવાદ શહેરમાં પોસ્ટર લાગ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં મમતા દીદીની એન્ટ્રીને પગલે ભાજપની ચિંતા વધારો થઇ શકે છે.

આ પણ વાંચોઃ Jeff Bezos is Go and back to Space: વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ અંતરિક્ષની સફર ખેડી ઇતિહાસ રચ્યો, લોન્ચિંગથી પરત સુધીની પ્રક્રિયા ઓટોમેટિક

ગુજરાતમાં કોંગ્રેસ બાદ આપ સક્રિય થયુ છે જેના કારણે ભાજપે અત્યારથી વિધાનસભા ચૂંટણીઓની તૈયારી કરવી પડી છે. આપ સુપ્રિમો અરવિંદ કેજરીવાલે અમદાવાદની મુલાકાત લઇ આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો પર ચૂંટણી લડવા એલાન કરી ચૂક્યા છે ત્યારે હવે વધુ એક નવા રાજકીય પક્ષે પણ ગુજરાત તરફ નજર માંડી છે.

અરવિંદ કેજરીવાલ બાદ મમતા દીદી પણ ગુજરાતના રાજકારણમાં તૃણમુલ કોગ્રેસ(Mamta didi in gujarat)ને સક્રિય કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. છેલ્લા બે દિવસથી અમદાવાદમાં ગીતામંદિર સહિતના સૃથળોએ મતતા દીદીના પોસ્ટર લાગ્યા છે. બુધવારે તૃણમુલ કોંગ્રેસ શહીદ દીનની ઉજવણી કરશે તે પ્રસંગે મમતા દીદી વર્ચ્યુઅલ સંબોધન કરવાના છે.

આ પણ વાંચોઃ hindu calendar: દેવપોઢી એકાદશી સાથે તહેવારોનો આરંભ, જાણો ક્યારે છે ક્યો તહેવાર?

અમદાવાદમાં આ પ્રસારણ લોકો સુધી પહોંચે તે માટે વિવિધ સૃથળો બિગ સ્ક્રિન મૂકવા આયોજન કરાયુ છે. બપોરે બે વાગે આ પ્રસારણ પ્રસારીત કરવામાં આવશે. સોશિયલ મિડીયા પર પણ દીદીના વર્ચ્યુઅલ ંસબોધનને લઇને પોસ્ટર વાયરલ કરાયા છે.  શહીદદીનના બહાને દીદી ગુજરાતમાં પગપેસારો કરવાની તૈયારીમાં છે. 

આપની સક્રિયતાને કારણે ભાજપની ચિંતા વધી છે ત્યારે તૃણમુલ કોંગ્રેસ પણ વિધાનસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં આગમન કરવા તૈયારી કરી રહ્યુ છે તે જોતાં ભાજપનુ ટેન્શન ડબલ થયુ છે.હજુ ગુજરાત તૃણમુલ કોંગ્રેસના પ્રદેશ નેતાઓ કોણ છે અને કોણ ગુજરાત ટીએમસીનુ સુકાન સંભાળશે તે જાણી શકાયુ નથી. પણ એટલુ ચોક્કસ છે કે, દીદીની ગુજરાત પર નજર છે. 

આ પણ વાંચોઃ Pegasus: 16 મીડિયા ઓર્ગેનાઈઝેશનનો ઈન્વેસ્ટિગેશન રીપોર્ટ, આ દેશોની સરકારોએ ફોન ટેપિંગની ‘સોપારી’ આપ્યા હોવાનો દાવો- વાંચો સંપૂર્ણ વિગત

ગુજરાતમાં તૃણમુલ કોગ્રેસ (Mamta didi in gujarat)સુપ્રિ મો મમતા બેનર્જી શહીદ દીન નિમિત્તે વર્ચ્યુઅલ સંબોધન કરવાના છે ત્યારે તેનુ સીધુ પ્રસારણ ગુજરાતમાં ય કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ માટે તૃણમુલના રાજ્યસભાના સભ્ય શુભેન્દુ શિખર રોયે ગુજરાતમાં મૂળ કોંગ્રેસી નેતા જીતેન્દ્રે ખડાયતાને જવાબદારી આપી છે.

ખડાયતાનુ કહેવુ છેકે, વર્ષ 2012થી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર હતા. યુથ કોંગ્રેસ  સાથે પણ તેઓ સંકળાયેલાં હતાં. ટીએમસી હાઇકમાન્ડે તા.17મીએ સાંજે ખડાયતાને ગુજરાતમાં મમતા બેનર્જીના પ્રવચનનુ સીધુ પ્રસારણ લોકો સુધી પહોંચે તે માટેના કાર્યક્રમની જવાબદારી આપી છે. આગામી દિવસોમાં સંગઠનની કામગીરી પણ શરૂ કરવા પણ તૈયારીઓ કરાઇ છે.

Whatsapp Join Banner Guj