Sunil Grover Returned as Gutthi

Sunil Grover Returned as Gutthi: ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં ફરી ગુત્થીના કેરેકટરમાં જોવા મળશે સુનીલ ગ્રોવર, તસ્વીર થઇ વાયરલ

Sunil Grover Returned as Gutthi: મર્યાદિત એપિસોડની આ કેટેગરી Netflix India પર સ્ટ્રીમ થશે.

whatsapp banner

મનોરંજન ડેસ્ક, 23 માર્ચઃ Sunil Grover Returned as Gutthi: લોકપ્રિય કોમેડિયન કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરના કોમેડી પ્રોજેક્ટ ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. મર્યાદિત એપિસોડની આ કેટેગરી Netflix India પર સ્ટ્રીમ થશે. દર અઠવાડિયે દર્શકોને કપિલ અને તેની ટીમનો નવો એપિસોડ જોવા મળશે.

આ પણ વાંચોઃ Mohamed Muizzu: ભારત વિરોધી નિવેદન બાદ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ ભારતીય સરકારને કરી પૈસા માટે વિનંતી

આ શોમાં કપિલ અને સુનીલની સાથે કૃષ્ણા અભિષેક, રાજીવ ઠાકુર, કીકુ શારદા અને અર્ચના પુરણ સિંહ પણ જોવાના છે. તાજેતરમાં કપિલ અને તેની ટીમે સોશિયલ મીડિયા પર કેટલાક આગામી એપિસોડની ઝલક શેર કરી છે. આ તસવીરોમાં સુનીલ ગ્રોવર ફરી એકવાર ગુત્થીના રૂપમાં જોવા મળી રહ્યો છે.

સુનીલને ગુત્થી તરીકે જોઈને તેના ફેન્સ ખૂબ જ ખુશ છે. પરંતુ તમને જણાવી દઈએ કે સુનીલ ‘ગુત્થી’થી ક્યારેય કમબેક નહીં કરી શકે. વાસ્તવમાં ‘ગુત્થી’ સુનીલ ગ્રોવર દ્વારા ભજવાયેલું પાત્ર છે. પરંતુ તેના પર કલર્સ ટીવીનો કોપીરાઈટ છે. કારણ કે આ પાત્રની શરૂઆત કલર્સ ટીવીના શો ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’થી થઈ હતી.

કલર્સ ટીવીની પરવાનગી વિના સુનીલ કે કપિલ બંને આ પાત્રનો ઉપયોગ કરી શકતા નથી, પરંતુ ક્રિએટિવ લિબર્ટી હેઠળ તેઓ ચોક્કસપણે તેમના સ્ત્રી પાત્રને કોઈ અન્ય નામથી દર્શકો સમક્ષ રજૂ કરી શકે છે. આ Netflix શોમાં સુનીલ ગ્રોવરના આ પાત્રનું નામ શું હશે તે હજુ સ્પષ્ટ થયું નથી.

આ પણ વાંચોઃ RBI Issued A Statement: RBIએ આપ્યું નિવેદન, 30 અને 31 માર્ચે રજા હોવા છતાં ઘણી ઓફિસોથી લઈને બેંકો રહેશે ખુલ્લી- વાંચો વિગત

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો