RBI

RBI Issued A Statement: RBIએ આપ્યું નિવેદન, 30 અને 31 માર્ચે રજા હોવા છતાં ઘણી ઓફિસોથી લઈને બેંકો રહેશે ખુલ્લી- વાંચો વિગત

RBI Issued A Statement: RBIને કેન્દ્ર અને રાજ્ય સરકારોના વ્યવહારોની રિપોર્ટિંગ અંગે 31 માર્ચની રિપોર્ટિંગ વિન્ડો 1 એપ્રિલ 2024ના રોજ બપોરે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે

whatsapp banner

નવી દિલ્હી, 23 માર્ચઃ RBI Issued A Statement: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિવેદન અનુસાર નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) અને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) સિસ્ટમ દ્વારા 31 માર્ચ, 2024ની મધ્યરાત્રિ 12 સુધી વ્યવહારો ચાલુ રહેશે. સરકારી રિસીટ અને પેમેન્ટની સુવિધા માટે દેશભરમાં વિશેષ ક્લીયરિંગ ડ્રાઇવ હાથ ધરવા માટે જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.

આરબીઆઈના જણાવ્યા અનુસાર 30 અને 31 માર્ચ, 2024ના રોજ સરકારી તપાસ માટે વિશેષ ક્લિયરિંગ હાથ ધરવામાં આવશે. બેંકોને સલાહ આપવામાં આવી છે કે સરકારી ખાતા સંબંધિત તમામ ચેક આવા ક્લિયરિંગ વખતે રજૂ કરવામાં આવે તેમ જણાવાયું છે. જણાવી દઈએ કે RBIને કેન્દ્ર અને રાજ્ય સરકારોના વ્યવહારોની રિપોર્ટિંગ અંગે 31 માર્ચની રિપોર્ટિંગ વિન્ડો 1 એપ્રિલ 2024ના રોજ બપોરે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે.

આ પણ વાંચોઃ Reliance infra share: અનિલ અંબાણીની આ કંપનીનો શેર મચાવી ધૂમ, છેલ્લા એક મહિનામાં રિલાયન્સ ઈન્ફ્રાના શેરોમાં 22 ટકા જેટલી તેજી- વાંચો વિગત

દરમિયાન રિઝર્વ બેંકે નિયમોના ઉલ્લંઘન માટે પાંચ સહકારી બેંકો પર નાણાકીય દંડ લાદ્યો છે. આ બેંકો પ્રગતિ મહિલા નાગરિક સહકારી બેંક, જનતા સહકારી બેંક, જિલ્લા સહકારી કેન્દ્રીય બેંક, કરાડ અર્બન કોઓપરેટિવ બેંક અને કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંક સામે કાર્યવાહી કરાઈ છે. મધ્યસ્થ બેંકે કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક પર 26.60 લાખ રૂપિયા, કરાડ અર્બન કો-ઓપરેટિવ બેંક પર 13.30 લાખ રૂપિયા, જનતા કો-ઓપરેટિવ બેંક પર 5 લાખ રૂપિયા, પ્રગતિ મહિલા નાગરિક સહકારી બેંક પર પણ દંડ ફટકાર્યો છે.

આરબીઆઈ દ્વારા અગાઉ રાષ્ટ્રીય સ્તરે જાહેર કરાયેલ બેંક રજાઓની યાદીમાં કહેવામાં આવ્યું હતું કે 31 માર્ચ, 2024, રવિવારના રોજ દેશભરમાં બેંકો બંધ રહેશે.જોકે બીજીતરફ તાજેતરમાં એક પરિપત્ર દ્વારા ફેરફાર પણ જાહેર કરાયા છે. મહિનામાં કુલ 14 રજાઓ જાહેર કરાઈ છે જેમાં શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ હોય છે.

આ પણ વાંચોઃ Ranjan Bhatt : વડોદરા ભાજપમાં જૂથવાદને લઈ રંજન ભટ્ટે ઉમેદવારી પાછી ખેંચી, નહીં લડે ચૂંટણી

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો