Mohamed Muizzu

Mohamed Muizzu: ભારત વિરોધી નિવેદન બાદ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ ભારતીય સરકારને કરી પૈસા માટે વિનંતી

Mohamed Muizzu: માલદીવ એક ન્યૂઝ પોર્ટલના સમાચાર અનુસાર, મુઈજ્જુ કહ્યું કે ભારત માલદીવનું નજીકનું સાથી રહેશે અને તેમાં કોઈ શંકા નથી

whatsapp banner

નવી દિલ્હી, 23 માર્ચઃ Mohamed Muizzu: ભારત વિરોધી નિવેદન બાદ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ હવે સમાધાનકારી વલણ અપનાવ્યું છે. ગયા વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદથી, ચીન તરફી માલદીવિયન નેતા મુઈજ્જુએ ભારત પ્રત્યે કડક વલણ અપનાવ્યું હતું અને માંગ કરી હતી કે ત્રણ ઉડ્ડયન પ્લેટફોર્મ ચલાવતા ભારતીય સૈન્ય કર્મચારીઓને 10 મે સુધીમાં તેમના દેશ પાછા મોકલવામાં આવે. પરંતુ હવે નરમ વલણ અપનાવતા, મુઈજ્જુએ જણાવ્યું હતું કે ભારત તેમના દેશનો નજીકનો સાથી રહેશે અને નવી દિલ્હીને વિનંતી કરી છે કે તે માલદીવના દ્વીપસમૂહ રાષ્ટ્રને દેવાથી રાહત આપેનું જણાવ્યું છે.

ગયા વર્ષના અંત સુધીમાં, માલદીવ પર ભારતનું આશરે 409 મિલિયન યુએસ ડોલરનું દેવું હતું. રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી ગુરુવારે સ્થાનિક મીડિયા સાથેની તેમની પ્રથમ મુલાકાતમાં, મુઈજ્જુ જણાવ્યું હતું કે ભારતે માલદીવને સહાય પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે અને સૌથી વધુ પ્રોજેક્ટ્સ અમલમાં મૂક્યા છે. માલદીવ એક ન્યૂઝ પોર્ટલના સમાચાર અનુસાર, મુઈજ્જુ કહ્યું કે ભારત માલદીવનું નજીકનું સાથી રહેશે અને તેમાં કોઈ શંકા નથી.

આ પણ વાંચોઃ RBI Issued A Statement: RBIએ આપ્યું નિવેદન, 30 અને 31 માર્ચે રજા હોવા છતાં ઘણી ઓફિસોથી લઈને બેંકો રહેશે ખુલ્લી- વાંચો વિગત

ભારત છેલ્લા કેટલાક વર્ષોથી માલદીવના લોકોને બે હેલિકોપ્ટર અને એક ડોર્નિયર એરક્રાફ્ટ દ્વારા માનવતાવાદી અને તબીબી સેવાઓ પૂરી પાડી રહ્યું છે. મુઈજ્જુએ ભારતને સરકારો દ્વારા લેવામાં આવેલી મોટી લોનની ચુકવણીમાં માલદીવ માટે દેવા રાહતના પગલાંનો સમાવેશ કરવા વિનંતી કરી.

ભારત પ્રત્યે મુઈજ્જુની આ સકારાત્મક ટિપ્પણીઓ માલદીવમાં એપ્રિલના મધ્યમાં યોજાનારી સંસદીય ચૂંટણી પહેલા આવી છે. તેમણે કહ્યું કે, તેઓ હાલમાં માલદીવની આર્થિક ક્ષમતાઓ અનુસાર લોન ચૂકવવાના વિકલ્પો શોધવા માટે ભારત સરકાર સાથે ચર્ચા કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Reliance infra share: અનિલ અંબાણીની આ કંપનીનો શેર મચાવી ધૂમ, છેલ્લા એક મહિનામાં રિલાયન્સ ઈન્ફ્રાના શેરોમાં 22 ટકા જેટલી તેજી- વાંચો વિગત

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો