Bhikhaji Thakor

Bhikhaji Thakor: રંજન ભટ્ટ પછી ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવા કર્યો ઈનકાર, સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ- વાંચો વિગત

Bhikhaji Thakor: ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અંગત કારણોસર ચૂંટણી લડવાની અનિચ્છા હોવાની પોસ્ટ મુકી છે

whatsapp banner

અરવલ્લી, 23 માર્ચઃ Bhikhaji Thakor: વડોદરાના ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટે ચૂંટણી લડવાની મનાઇ કર્યા બાદ હવે સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવા ઈનકાર કર્યો છે. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીને ચૂંટણી લડવા મનાઈ કરી છે.

image 27

ભાજપે બીજી યાદી પસંદ કરતા રાજ્યની 7 બેઠકોના ઉમેદવારોને પસંદ કર્યા હતા. જેમાં સાબરકાંઠાના વર્તમાન સાંસદ દિપસિંહ રાઠોડની ટિકિટ કાપી હતી. દિપસિંહ રાઠોડને કાપીને ભાજપે અરવલ્લીના મેઘરજ તાલુકાના ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા.ભીખાજી દુધાજી ઠાકોર હાલમાં અરવલ્લી જિલ્લા ભાજપના મહામંત્રી પદ ધરાવે છે અને સાથે જ સાબરકાંઠા કો ઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન પદ પણ ધરાવે છે.

આ પણ વાંચોઃ Sunil Grover Returned as Gutthi: ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં ફરી ગુત્થીના કેરેકટરમાં જોવા મળશે સુનીલ ગ્રોવર, તસ્વીર થઇ વાયરલ

ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અંગત કારણોસર ચૂંટણી લડવાની અનિચ્છા હોવાની પોસ્ટ મુકી છે. ભાજપે ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ તેમણે પ્રચાર પણ શરુ કરી દીધો હતો.તેમણે અરવલ્લી અને સાબરકાંઠામાં બેઠકો પણ શરુ કરી હતી. તેમને ક્યાંક અણસાર આવી ગયો હતો કે તેમણે તેમની સરનેમ અંગે એફિડેવિટ કરાવી હતી.તેમણે તેમની સરનેમ ડામોરમાંથી ઠાકોર કરાવી હતી. જે બાદ સોશિયલ મીડિયામાં વિવાદો શરુ થયા હતા.

આ પણ વાંચોઃ Mohamed Muizzu: ભારત વિરોધી નિવેદન બાદ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ ભારતીય સરકારને કરી પૈસા માટે વિનંતી

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો