Tejas

Tejas Teaser Released: કંગનાની ફિલ્મ તેજસ નું ટીઝર રિલીઝ, જુઓ અયોધ્યા મંદિરને કેવી રીતે બચાવશે અભિનેત્રી…

Tejas Teaser Released: આ ફિલ્મ આવતીકાલે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે

મનોરંજન ડેસ્ક, 26 ઓક્ટોબરઃ Tejas Teaser Released: બોલિવૂડની પંગા ગર્લ કંગના રનૌત તેની આગામી ફિલ્મ ‘તેજસ’ને લઈને સતત ચર્ચામાં છે. ખબર હોય કે, આ ફિલ્મ આવતીકાલે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ દરમિયાન ફિલ્મનું નવું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું નવું ટીઝર લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે, કારણ કે તેમાં અયોધ્યાના એક મોટા મંદિરનો ઉલ્લેખ છે.

અભિનેત્રી કંગના રનૌતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું નવું ટીઝર શેયર કર્યું છે. આ ટીઝરમાં તમે જોઈ શકો છો કે કંગના રનૌતને ખબર પડી કે અયોધ્યામાં એક મોટા મંદિર પર આતંકવાદી હુમલો થવાનો છે.

હવે મંદિરમાં પૂજારીઓ અને ભક્તો વચ્ચે આ આતંકવાદી ષડયંત્રને માત્ર 15 મિનિટમાં નિષ્ફળ બનાવવાની જવાબદારી કંગના રનૌતના ખભા પર છે. ટીઝરમાં અયોધ્યાના મોટા મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, રામ મંદિરનું નામ ક્યાંય લેવામાં આવ્યું નથી.

જણાવી દઈએ કે, કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’ ભારતની પ્રથમ એરિયલ એક્શન ફિલ્મ હોવાનુું કહેવાય છે. ફિલ્મ ‘તેજસ’નું લેખન અને નિર્દેશન સર્વેશ મારવાહ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્માણ રોની સ્ક્રુવાલાએ કર્યું છે.

આ પણ વાંચો… Firing in America: અમેરિકાનાં લેવિસ્ટનમાં થઈ અંધાધૂંધ ગોળીબાર, આટલા લોકો મોતને ભેટ્યા…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો