Firing

Firing in America: અમેરિકાનાં લેવિસ્ટનમાં થઈ અંધાધૂંધ ગોળીબાર, આટલા લોકો મોતને ભેટ્યા…

Firing in America: આ ગોળીબારમાં 22 લોકોના થયા મોત, 50 થી 60 લોકો ઘાયલ…

નવી દિલ્હી, 26 ઓક્ટોબરઃ Firing in America: અમેરિકાનાં લેવિસ્ટન શહેરમાં આજે અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવી છે. આ હુમલામાં 22 લોકોના મોતના સમાચાર પ્રાપ્ત થયા છે. સાથે જ 50 થી 60 લોકો ઘાયલ પણ છે. કહેવામાં આવી રહ્યું છે કે, ફાયરિંગની આ ઘટના 25મી ઓક્ટોબરે મોડી રાત્રે બની હતી. ઘટના બાદ આરોપી ફરાર છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ફાયરિંગની ઘટના બોલિંગ એલી, લોકલ બાર અને વોલમાર્ટ સેન્ટરમાં થઈ હતી. ઘટનામાં મૃત્યઆંક વધવાની સંભાવનાઓ છે. તપાસ અધિકારીઓ હજુ પણ ઘટના સ્થળની તપાસ કરી રહ્યા છે અને પુરાવા એકત્ર કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, ગોળીબારની આ હ્રદયદ્રાવક ઘટનામાં શહેર લેવિસ્ટનના પોલીસ અધિકારીઓ બે શૂટર્સની શોધ કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, શંકાસ્પદ હુમલાખોરની બે તસ્વીરો પોસ્ટ કરવામાં આવી છે. જેમાં તેણે પોતાના હાથમાં સેમી-ઓટોમેટિક રાઈફલ પકડી છે.

ફાયરિંગની ઘટનામાં સામેલ હુમલાખોરની ઓળખ રોબર્ટ કાર્ડ તરીકે થઈ છે. તેણે લગભગ 20 વર્ષ સુધી સેનામાં સાર્જન્ટ તરીકે કામ કર્યું હતું.

આ પણ વાંચો… Conference of Vice Chancellors: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વેસ્ટર્ન ઝોનના વાઈસ ચાન્સેલર્સની કોન્ફરન્સ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો