ED Summons Ashok Gehlot Son

ED Summons Ashok Gehlot Son: રાજસ્થાનમાં EDની મોટી કાર્યવાહી, મુખ્યમંત્રીના પુત્રને આ કેસ હેઠળ મોકલ્યું સમન્સ

ED Summons Ashok Gehlot Son: EDએ વિદેશી ચલણ મેનેજમેન્ટ એક્ટ 1999 (FEMA)ના એક કેસ હેઠળ અશોક ગેહલોતના દીકરા વૈભવ ગેહલોતને સમન્સ મોકલાવ્યું

જોધપુર, 26 ઓક્ટોબરઃ ED Summons Ashok Gehlot Son: રાજસ્થાનમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને એક કેસ હેઠળ ઈડીએ સમન્સ મોકલ્યું છે. ઇડીએ આ સમન્સ એવા સમયે મોકલ્યું છે જ્યારે એજન્સી પહેલાથી જ રાજસ્થાન પેપર લીક કેસમાં રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ ગોવિંદ સિંહ ડોટાસરાના ઠેકાણે દરોડાની કાર્યવાહી કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આજે સવારથી જ EDની ટીમ જયપુર, દૌસા અને સીકરમાં રાજસ્થાન કોંગ્રેસ પ્રમુખના સ્થાનો પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. અત્યાર સુધીની માહિતી અનુસાર, આ દરોડો રાજસ્થાન પરીક્ષા પેપર લીક કેસમાં મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં છે.

EDને આ નેતાઓ વિરુદ્ધ પેપર લીક કેસ, મની લોન્ડરિંગ અને હવાલા દ્વારા મની ટ્રાન્સફરના કેસ અંગે ગુપ્ત ફરિયાદો મળી છે. RPAC સભ્ય બાબુલાલ કટારાની તાજેતરની પૂછપરછ અને કેટલાક કોચિંગ ઓપરેટરોની EDને ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

સીએમના દીકરા સામે ઈડીના સમન્સે રાજકારણમાં ચર્ચા જગાવી…

આગામી દિવસોમાં રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે આ દરોડા અને સીએમના દીકરા સામે ઈડીના સમન્સે ચર્ચા જગાવી છે. ઈડીએ વૈભવ ગેહલોતને દિલ્હી ઓફિસે પૂછપરછ માટે બોલાવ્યા છે.

બીજી બાજુ આજે સવારે જ ઈડીની ટીમ રાજસ્થાન કોંગ્રેસ પ્રમુખના જયપુર, દૌસા અને સીકરમાં આવેલા ઠેકાણે ત્રાટકી હતી. હજુ શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે. અત્યાર સુધીની માહિતીના હિસાબે આ દરોડા રાજસ્થાન પેપર લીક કેસમાં મની લોન્ડરિંગની તપાસ મામલે પડાયા છે.

આ પણ વાંચો… Tejas Teaser Released: કંગનાની ફિલ્મ તેજસ નું ટીઝર રિલીઝ, જુઓ અયોધ્યા મંદિરને કેવી રીતે બચાવશે અભિનેત્રી…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો