IMAGE 1621663202

મનોજ વાજપેઈ-સામંથા સ્ટારર ‘The family man-2’ને આ ફિલ્મમેકરે બૅન કરવાની માંગ કરી, વાંચો શું છે મામલો

બોલિવુડ ડેસ્ક, 09 જૂનઃ ધ ફેમલી મેનની પહેલી સિરિઝ લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. મનોજ વાજપેઈ તથા સામંથા સ્ટારર વેબ સિરીઝ ‘The family man-2’ થોડાં દિવસ પહેલાં જ રિલીઝ થઈ છે. આ વેબ સિરીઝ ચાહકોને ઘણી જ પસંદ આવી છે. જોકે, સાઉથમાં આ (The family man-2) સિરીઝ પર બૅન મૂકવાની માગણી કરવામાં આવી છે. રિલીઝ પહેલાં પણ તમિળ દર્શકોએ સિરીઝ પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું હતું. હવે તમિળ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ ફિલ્મમેકર ભારતીરાજાએ સો.મીડિયામાં સ્ટેટમેન્ટ રિલીઝ કરીને સિરીઝ પર તાત્કાલિક બૅન કરવાની માગણી કરી છે.

Whatsapp Join Banner Guj

ફિલ્મમેકર ભારતીરાજાએ આક્ષેપ મૂક્યો છે, ‘The family man-2’માં તમિળ ઈલમ લોકોને ખોટી રીતે બતાવવામાં આવ્યા છે. જો આ વેબ સિરીઝનું સ્ટ્રીમિંગ અટકાવવામાં ના આવ્યું તો તમિળના લોકો ડિજિટલ પ્લેટફોર્મ એમેઝોનનો બહિષ્કાર કરશે.’ તેમણે માહિતી તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને પણ ‘ધ ફેમિલી મેન 2’ પર તરત જ બૅન મૂકવાની માગણી કરી છે. આ પહેલાં ભારતીરાજાએ શ્રીલંકન ક્રિકેટર મુરલીધનની બાયોપિક વિરુદ્ધ અવાજ ઊઠાવ્યો હતો અને અંતે તેને બૅન કરી દેવામાં આવી હતી.

નોંધનીય છે કે, ભારતીરાજાનું નિવેદન તમિલર કાચી (NTK)ના પ્રમુખ સીમનના નિવેદનના એક દિવસ પછી આવ્યું હતું. સીમને કહ્યું હતું કે જો વેબ સિરીઝ(The family man-2)ને બૅન કરવામાં નહીં આવે તો એમેઝોન પ્રાઈમ વીડિયોનો બહિષ્કાર કરશે. આ પહેલાં તમિળનાડુ સરકારે માહિતી તથા સૂચના મંત્રાલયે સિરીઝના બીજી પાર્ટને રિલીઝ પહેલાં જ બૅન કરવાની માગણી કરી હતી.

તમિળનાડુ સરકારે પણ આક્ષેપ મૂક્યો હતો કે સિરીઝ(The family man-2)માં તમિળ ઈલમને નકારાત્મક રીતે બતાવવામાં આવ્યા છે. તમિળનાડુના IT મંત્રી ટી મનોથંગરાજે પત્ર લખીને પ્રકાશ જાવડેકરને વેબ સિરીઝના ટ્રેલરમાં તમિળ ઈલમ તથા તેના સંઘર્ષને આપત્તિજનક રીતે રજૂ કરવામાં આવ્યો હોવાની વાત કરી હતી.

આ પણ વાંચો….

વાવાઝોડામાં નુકસાન પામેલા મંદિરોના પુનઃનિર્માણ માટે ધારાસભ્યોને ગ્રાન્ટ ફાળવવા હાર્દિક પટેલે(Hardik patel) મુખ્યમંત્રીને લખ્યો પત્ર

ADVT Dental Titanium