yrf announces release date 4 films

yrf announces release date 4 films: યશરાજે ચાર મોટી ફિલ્મોની રિલીઝ ડેટ કરી જાહેર, આ તારીખે મોટા પડદા પર આવશે બિગ બજેટ અવેટેડ ફિલ્મો

yrf announces release date 4 films: યશરાજ ફિલ્મ્સે તેની ચાર મોટી ફિલ્મોની રિલીઝ ડેટની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મોમાં બંટી ઔર બબલી 2, પૃથ્વીરાજ, જયેશભાઈ જોરદાર અને શમશેરા સામેલ

બોલિવુડ ડેસ્ક, 28 સપ્ટેમ્બરઃ yrf announces release date 4 films: યશરાજ ફિલ્મ્સ બોલિવુડના સૌથી મોટી પ્રોડક્શનમાથી એક છે. યશરાજના બેનર હેઠળ બોલિવુડના ઘણા પ્રોજેક્ટ્સ બની રહ્યા છે. યશરાજ ફિલ્મ્સે તેની ચાર મોટી ફિલ્મોની રિલીઝ ડેટની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મોમાં બંટી ઔર બબલી 2, પૃથ્વીરાજ, જયેશભાઈ જોરદાર અને શમશેરા સામેલ છે

વરુણ વી. શર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ બંટી ઔર બબલી 2 19 નવેમ્બર, 2021ના રોજ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં સેફ અલી ખાન, રાની મુખરજી, સિદ્ધાંત ચતુર્વેદી અને શરવરી દેખાશે. જ્યારે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ પૃથ્વીરાજ 21 જાન્યુઆરી, 2022ના રોજ વિશ્વભરમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ દ્વારા મિસ વર્લ્ડ રહી ચુકેલી માનુષી છિલ્લર બોલિવુડ ડેબ્યૂ કરશે. આ ફિલ્મનું નિર્દેશન ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કર્યું છે.

આ પણ વાંચોઃ Rickshaw accident: સરખેજમાં રોડ વચ્ચે પડેલા 15 ફૂટ મોટા ખાડામાં ખાબકી રીક્ષા, ભૂવામાં રીક્ષા ખાબકતા ચાલક થયો ઘાયલ

રણવીર સિંહ અને શાલિની પાંડે સ્ટારર ફિલ્મ જયેશભાઈ જોરદાર આગામી વર્ષે 25 ફેબ્રુઆરી, 2022ના રોજ મોટા પડદા પર દસ્તક આપશે. દિવ્યાંગ ઠક્કરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રણવીર એક ગુજરાતી વ્યક્તિની ભૂમિકા નિભાવશે. રણબીર કપૂર સ્ટારર ફિલ્મ શમશેરાની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.

આ ફિલ્મ આગામી વર્ષે 18 માર્ચ, 2022ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં રણબીર કપૂર સાથે વાણી કપૂર પણ દેખાશે. જ્યારે સંજય દત્ત પણ મહત્વપૂર્ણ રોલામાં દેખાશે. ફિલ્મનું નિર્દેશન કરણ મલ્હોત્રાએ કર્યું છે.

આ પણ વાંચઃ Focus Edumatics: ફોકસ એજ્યુમેટિક્સ વર્તમાન ઓપરેશનલ 5000 થી વધુ ઓનલાઇન ટ્યુટર્સ અને 100 સોફ્ટવેર ડેવલપર્સ પોસ્ટ્સની કરશે ભરતી

Whatsapp Join Banner Guj