95d1cba3 b44a 4f35 9755 454216a5c1eb

Rickshaw accident: સરખેજમાં રોડ વચ્ચે પડેલા 15 ફૂટ મોટા ખાડામાં ખાબકી રીક્ષા, ભૂવામાં રીક્ષા ખાબકતા ચાલક થયો ઘાયલ

Rickshaw accident: ભારે જહેમત બાદ ભૂવામાંથી બહાર કઢાઇ રીક્ષા, દુર્ઘટનામાં રીક્ષાચાલક ઘાયલ

અમદાવાદ, 28 સપ્ટેમ્બરઃ Rickshaw accident: અમદાવાદમાં વરસાદને કારણે AMCની પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થઇ રહ્યા છે. ગઇકાલે સરખેજના રેલવે અંડરબ્રિજમાં ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી યુવકનું મોત થયું હતું. ત્યારે આજે ફરી એકવાર સરખેજમાં રોડ ઉપર ભૂવો પડતા રીક્ષા ગરકાવ થઇ હતી.

રીક્ષાચાલક રોડ પરથી પસાર થતો હતો ત્યારે 15 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા ભૂવામાં રીક્ષા સાથે ખાબક્યો હતો. 17 ફૂટ ઊંડા ભૂવામાં રીક્ષા ખાબકતા રીક્ષાચાલક ગંભીર રીતે ઘાયલ ગયો હતો.

ભૂવામાં ખાબકેલા રીક્ષાચાલકને બચાવવા ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા. 30 મિનિટની ભારે જહેમત બાદ ભૂવામાં ગરકાવ થયેલી રીક્ષાને બહાર કાઢવામાં આવી હતી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

નોંધનિય છે કે, સરખેજ- ધોળકા રોડ પર ભારતી આશ્રમ પાસે નવા બનેલા અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ જતાં એક યુવક ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડની એક ટીમ રેસ્ક્યૂ માટે રવાના થઈ હતી. જો કે સ્થળ પર પહોંચે તે પહેલા યુવક ડૂબી ગયો હતો. યુવકની શોધખોળ કરી તેને બહાર કાઢ્યો હતો.

આ પણ વાંચોઃ munawar faruqui: મુનવર ફારુકીના કાર્યક્રમો ગુજરાતમાં યોજવા નહિ દઈએ, બજરંગ દળે આપી ચેતવણી- વાંચો કોણ છે ફારુકી?

Whatsapp Join Banner Guj