deb90506 e679 4a99 a842 eb5131daf27b

Heart treatment information: હ્યદય રોગ ના હુમલાની સારવારમાં થતી એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી વચ્ચેનો ભેદ શું છે ? આવો સમજીએ

Heart treatment information: એન્જીયોગ્રાફી એટલે હ્યદય પર થયેલ હુમલા અથવા ઉભી થયેલ તકલીફનું નિદાન કરવાની પ્રક્રિયા

અહેવાલઃ અમિતસિંહ ચૌહાણ

હેલ્થ ડેસ્ક, 28 સપ્ટેમ્બરઃ Heart treatment information: હ્યદય રોગ નો હુમલો એટલે કે હાર્ટ અટેક આવે ત્યારે હોસ્પિટલમાં સારવાર માટે દર્દી અને સ્વજનો જાય ત્યારે તબીબો એન્જીયોગ્રાફી અથવા એન્જીયોપ્લાસ્ટી કરવી પડશે તેવા શબ્દો ઉપયોગમાં લેતા હોય છે ત્યારે આ બંને વચ્ચે શું ભેદ છે તે થોડુ સમજીએ…

એન્જીયોગ્રાફી એટલે હ્યદય પર થયેલ હુમલા અથવા ઉભી થયેલ તકલીફનું નિદાન કરવાની પ્રક્રિયા. આ પ્રક્રિયા હાથ અથવા પગના ભાગમાંથી સોય નાંખીને કેથેટર મારફતે ડાય નાંખીને હ્યદયની નળીમાં બ્લોકેજની તપાસ કરવામાં આવે છે. હ્યદયની ત્રણ નળીઓમાંથી કંઇ નળીમાં કેટલા ટકાનું બ્લોકેજ છે તે ચકાસવા માટે ડાયનું ઇન્જેકશન આપવામાં આવે છે. મતલબ કે એન્જીયોગ્રાફી માં કોઇપણ પ્રકારની સર્જરી કરવામાં આવતી નથી.

be801641 283d 4e19 b8f8 e730dfe5f814

હવે સમજીએ એન્જીયોપ્લાસ્ટીને…..

એન્જીયોપ્લાસ્ટીમાં નળીમાં રહેલા બ્લોકેજને દૂર કરવા માટે કેથેટર મારફતે સ્ટેન્ટ અથવા બલૂન મૂકવામાં આવે છે. હ્યદય રોગનો હુમલો આવે ત્યારે નળીના 100 ટકા બ્લોકેજને વધુ જોખમી માનવામાં આવે છે. વૈજ્ઞાનિક અનુસંધાન પ્રમાણે હ્યદયની નળીમાં 80 ટકાથી વધુ બ્લોકેજ હોય ત્યારે નળીમાંથી લોહીનો પ્રવાહ ઓછો થયો હોવાનું માનવામાં આવે છે. આ તબક્કે “એન્જીયોપ્લાસ્ટી” કરીને સ્ટેન્ટ મૂકવાનો નિર્ણય તબીબો લેતા હોય છે.

આ પણ વાંચોઃ yrf announces release date 4 films: યશરાજે ચાર મોટી ફિલ્મોની રિલીઝ ડેટ કરી જાહેર, આ તારીખે મોટા પડદા પર આવશે બિગ બજેટ અવેટેડ ફિલ્મો
જ્યારે દર્દીના શરીરમાં રૂધિરાભિસરણતંત્ર એટલે કે શરીરમાં લોહીના વહનની પ્રક્રિયા અગાઉ થી જ ધીમી હોય,દર્દી ડાયાબિટીસ,બ્લડપ્રેશર અથવા અન્ય કોમોર્બિડિટી ધરાવતા હોય અથવા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય તેવા કિસ્સામાં હાર્ટ અટેક દરમિયાન દર્દીમાં સ્ટેન્ટ મૂકવું જટીલ બની રહે છે.

Whatsapp Join Banner Guj