Edible oil image

Decline in edible oil prices: ક્રૂડ અને રિફાઇન્ડ પામ ઓઇલની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં ઘટાડો કરવામાં આવ્યો- વાંચો વિગત

Decline in edible oil prices: સોયાબીન તેલ અને સોના-ચાંદીના બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં વધારો કરવામાં આવ્યો

બિઝનેસ ડેસ્ક, 01 જૂનઃ Decline in edible oil prices: કેન્દ્ર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પામતેલની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં કાપ મૂકવામાં આવ્યો છે, જ્યારે સોયાબીન તેલ અને સોના-ચાંદીના બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં વધારો કરવામાં આવ્યો છે.

સરકારે મંગળવારે મોડી રાત્રે જારી કરેલા નિવેદનમાં કહ્યું, “ક્રૂડ અને રિફાઇન્ડ પામ ઓઇલની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે ક્રૂડ સોયા ઓઇલની આયાત કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Subhash Chandra registered this candidate from BJP: રાજ્યસભાની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ આ મીડિયા દિગ્ગજોની એન્ટ્રી થતાં સૌની રાજ્યસભાની ચૂંટણી પર નજર- વાંચો વિગત

આ પગલાથી નજીકના ભવિષ્યમાં સોયાબીન તેલ મોંઘું થઈ શકે છે, જ્યારે પામ ઓઇલના છૂટક ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે.ગત સપ્તાહે પણ સરકારે  વાર્ષિક 20 લાખ ટન સોયા તેલની આયાત પરની ડ્યુટી નાબૂદ કરી હતી.

ભારત દર વર્ષે તેના ખાદ્યતેલનો લગભગ 60 ટકા હિસ્સો આયાત કરે છે, જે વિશ્વના અન્ય કોઈ પણ દેશની તુલનામાં વિશ્વમાં સૌથી વધુ છે.

આ પણ વાંચોઃ Commercial lpg gas cylinders price reduced: કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો- વાંચો વિગત

Gujarati banner 01