Elon musk

Elon musk big announcement for twitter: ટેસ્લાના મુખ્ય કાર્યકારી અધિકારી અને વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ એલોન મસ્કે ટ્વિટર ડીલ કેન્સલ કરવાની કરી જાહેરાત

Elon musk big announcement for twitter: મસ્ક દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, કંપની પોતાના પ્લેટફોર્મ્સ પરના બોગસ એકાઉન્ટ્સ અંગેની જાણકારી આપવામાં અસફળ રહી છે

બિઝનેસ ડેસ્ક, 09 જુલાઇઃElon musk big announcement for twitter: ટેસ્લાના મુખ્ય કાર્યકારી અધિકારી અને વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ એલોન મસ્કે શુક્રવારના રોજ ટ્વિટર ડીલ કેન્સલ કરવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. મસ્કના કહેવા પ્રમાણે તેઓ ટ્વિટર ખરીદવા માટેની પોતાની 44 બિલિયન ડોલરની ડીલને રદ કરી રહ્યા છે. મસ્ક દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, કંપની પોતાના પ્લેટફોર્મ્સ પરના બોગસ એકાઉન્ટ્સ અંગેની જાણકારી આપવામાં અસફળ રહી છે.

જોકે ટ્વિટર બોર્ડના ચેરમેન બ્રેટ ટેલરના કહેવા પ્રમાણે એલોન મસ્ક તથા ટ્વિટર વચ્ચે જે સમજૂતી થઈ હતી તેને લાગુ કરવા માટે તેઓ કોર્ટનો સહારો લેશે. ટેલરે જણાવ્યું કે, કંપની કોઈ પણ સંજોગોમાં તે મર્જરને પ્રસ્થાપિત કરવા ઈચ્છે છે અને તેના માટે હવે કાયદાની મદદ લેવામાં આવશે. 

ટેસ્લા પ્રમુખ મસ્કે શુક્રવારના રોજ ટ્વિટરને એક પત્ર મોકલ્યો હતો જેમાં લખ્યું હતું કે, ‘મસ્ક વિલય અંગેના કરારને રદ કરી રહ્યા છે કારણ કે, ટ્વિટર દ્વારા તે અંગેના કરારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તેણે અનેક જોગવાઈઓનું પાલન નથી કર્યું. મસ્ક 2 મહિનાથી માગી રહ્યા છે તે જાણકારી ટ્વિટર દ્વારા ઉપલબ્ધ નથી કરાઈ.’ આ તરફ કંપનીના સીઈઓ પરાગ અગ્રવાલે ભારપૂર્વક જણાવ્યું છે કે, કંપની તે ડીલને પૂરી કરવા ઈચ્છે છે. 

આ પણ વાંચોઃ National mourning over the death of Shinzo Abe: શિંજો આબેના અચાનક નિધનથી ભારત અને નેપાળ ખાતે આજે રાષ્ટ્રીય શોક જાહેર

મસ્કના પત્રના જવાબમાં ટેલરે ટ્વિટ કર્યું હતું કે, ‘ટ્વિટર બોર્ડ, એલોન મસ્ક સાથે સહમત કિંમત અને શરતો પર ડીલ પૂરી કરવા માટે પ્રતિબદ્ધ છે. આ કરારને પૂરો કરવા માટે કંપની કાયદાકીય કાર્યવાહી કરવાની યોજના બનાવી રહી છે. અમને વિશ્વાસ છે કે, અમે ડેલાવેયર કોર્ટ ઓફ ચાન્સરીમાં વિજય મેળવીશું.’

ટેસ્લા સીઈઓ મસ્કે 44 અબજ ડોલરમાં (આશરે 3,48,700 કરોડ રૂપિયા) ટ્વિટર ખરીદવા રજૂઆત કરી છે. મસ્કના કહેવા પ્રમાણે જો કંપની ડેઈલી એક્ટિવ યુઝર્સમાં 5 ટકાથી ઓછા સ્પામ એકાઉન્ટ છે તે દર્શાવવામાં અસફળ રહે તો તેઓ ડીલથી દૂર થઈ જશે. મસ્કે પુરાવા દર્શાવ્યા વગર જ કહ્યું હતું કે, ટ્વિટર આ પ્રકારના સ્પામ બોટ્સની સંખ્યાને ખૂબ જ ઘટાડીને ગણાવી રહ્યું છે જ્યારે તે આંકડો 20%થી પણ વધારે હોઈ શકે છે.
આ પણ વાંચોઃ CM decision regarding Ganesh Chaturthi: CM ભુપેન્દ્ર પટેલે ગણેશચર્તુથી ઉત્સવ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો- વાંચો વિગત

Gujarati banner 01