Eating and drinking items become

Food Product become expensive: પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવ વધ્યા બાદ હવે આ ખાણી-પીણીની વસ્તુઓ થઇ મોંઘી

Food Product become expensive : ગયા મહિને જ દિગ્ગજ એફએમસીજી કંપનીઓ નેસ્લે અને એચયુએલએ પોતાના ઉત્પાદોના ભાવ વધાર્યા

બિઝનેસ ડેસ્ક, 21 એપ્રિલઃ Food Product become expensive: ખાદ્ય ઉત્પાદ બનનારી કંપનીઓ ફરીથી કિંમતોમાં વધારો કરવાની છે. ગયા મહિને જ દિગ્ગજ એફએમસીજી કંપનીઓ નેસ્લે અને એચયુએલએ પોતાના ઉત્પાદોના ભાવ વધાર્યા છે.

કમોડિટીની ગ્લોબલ કિંમતો વધવાથી પરેશાન એફએમજીસી કંપની નેસ્લે એકવાર ફરીથી પોતાના ઉત્પાદોના ભાવ વધારવાની તૈયારીમાં છે. કંપનીનુ કહેવુ છે કે ખાદ્ય તેલ, કોફી, ઘઉં અને ફ્યૂલ જેવી કમોડિટીના ભાવ 10 વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. આનો અર્થ એ થયો કે કંપની આનો બોઝ ગ્રાહકો પર નાખશે.

આ પણ વાંચોઃ Dumper hit Activa: હ્રદય કંપાવનારો અકસ્માત, માતાની નજર સામે જ બાળકનું કચડાવાથી મોત નિપજ્યુ

નેસ્લેના જણાવ્યા અનુસાર કમોડિટીની કિંમત વધવાથી કાચા માલ અને પેકેજિંગ સામાનના ભાવ 10 વર્ષના ઉંચા સ્તર પર પહોંચી ગયા છે. આનાથી ખર્ચ વધતો જઈ રહ્યો છે અને સંચાલન લાભ પ્રભાવિત થયો છે. એફએમસીજી કંપની નેસ્લે મેગી, કિટકેટ, નેસ્કેફે જેવા પ્રચલિત ઉત્પાદ બનાવે છે. આ સિવાય પાઉડર મિલ્ક સહિત કેટલાક અન્ય ઉત્પાદ બનાવે છે.

નેસ્લેએ એક નિવેદન જારી કરીને કહ્યુ કે ટૂંકાથી મધ્યમ ગાળામાં મોંઘવારી નિરંતર વધવાની સંભાવના છે. આ પડકારનો સામનો કરવા માટે કંપની મૂલ્ય નિર્ધારણની રણનીતિઓની સાથે તૈયાર છે. આને વિવેકપૂર્ણ રીતે લાગુ કરવામાં આવશે. જેથી કંપનીએ એ જણાવ્યુ નહીં કે કિંમતોમાં બીજીવાર વધારો ક્યારથી કરવામાં આવશે.

ખાદ્ય તેલ, કોફી, ઘઉં, ઈંધણ જેવા પ્રમુખ વસ્તુઓના ખર્ચમાં વધારો થયો છે જ્યારે પુરવઠો વિક્ષેપિત થવાથી ફ્યુલ અને પરિવહન ખર્ચમાં વૃદ્ધિથી પેકેજિંગ સામગ્રીના ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે. આનાથી વૈશ્વિક અને સ્થાનિક સ્તર પર ઈનપુટ કોસ્ટમાં વૃદ્ધિ થઈ છે.

આ પણ વાંચોઃ BJP leader shot dead: આ ભાજપના જાણીતા નેતાની કરવામાં આવી હત્યા, હોસ્પિટલ જતા સુધીમાં જ મોત નિપજ્યુ- વાંચો શું છે મામલો?

Gujarati banner 01