nationalherald 2018 02 187c7a1e 85e9 459a acb7 a5a4d354b17f adani fails

Gautam adani news: ગૌતમ અદાણી હવે એવા બિઝનેસમાં આવશે જ્યાં ટાટા અને બિરલા સાથે સીધી ટક્કર…! જાણો

Gautam adani news: ગૌતમ અદાણીના નેતૃત્વમાં અદાણી ગ્રુપ હવે નવા ક્ષેત્રમાં રોકાણ કરી રહ્યું છે

વ્યાપાર ડેસ્ક, ૧૨ ઓગસ્ટ: Gautam adani news: દેશના જ નહીં પણ વિશ્વના પણ સૌથી ધનાઢ્ય ગણાતા બિઝનેસમેન ગૌતમ અદાણી હવે વધુ એક ક્ષેત્રમાં એન્ટ્રી કરી રહ્યા છે, જેમાં હવે તેઓ સીધી ટાટા અને બિરલાને ટક્કર આપવાના છે.

ગૌતમ અદાણીએ થોડા સમય પહેલા જ સિમેન્ટ ઉદ્યોગમાં પદાર્પણ કર્યું હતું. હવે તેઓ મેટલ સેક્ટરમાં પ્રવેશ કરવાના છે. અદાણી એન્ટરપ્રાઈઝીસ આ તેમની કંપની ઓડિશામાં એલ્યુમિના રિફાઇનરી પ્લાન્ટ લગાડવાની તૈયારી કરી રહી છે.

ગૌતમ અદાણીના નેતૃત્વમાં અદાણી ગ્રુપ હવે નવા ક્ષેત્રમાં રોકાણ કરી રહ્યું છે. ઓડિશાની સરકારે તેમને પ્લાન્ટ લગાડવાની મંજૂરી આપી દીધી છે. જોકે અદાણી ગ્રુપે હજી સુધી કોઈ માહિતી બહાર પાડી નથી.

મળેલ માહિતી આ પ્લાન્ટ માટે અદાણી સમુહ 5.2 અબજ ડોલર એટલે કે લગભગ 41 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાની છે. એલ્યુમિનિયમ રિફાઇનરી ની કુલ ક્ષમતા 40 લાખ ટન હશે. ગૌતમ અદાણીએ ડિસેમ્બર 2021માં મુન્દ્રા એલ્યુમિનિયમ લિમિટેડ નામની કંપનીની સ્થાપના કરી હતી. આ ક્ષેત્રમાં પ્રવેશની સાથે જ આ ફિલ્ડમાં પહેલાથી રહેલા ટાટા અને બિરલા અને વેદાંતા રિસોર્સિસ લિમિટેડને સીધી ટક્કર થશે.

આ પણ વાંચો: Tiranga yatra in rajkot: મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે લાખો લોકોના ઉત્સાહ વચ્ચે યોજાઇ બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રા

Gujarati banner 01