gautam adani mukesh ambani 600x337 1

Gautam Adani v/s Mukesh Ambani: ગૌતમ અદાણી મુકેશ અંબાણી થી નીકળી ગયા આગળ. સંપત્તિમાં આવ્યો આટલા બિલિયન ડોલરનો ઉછાળો.

Gautam Adani v/s Mukesh Ambani: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી જોકે 103 બિલિયન અમેરિકન ડોલરની સંપત્તિ સાથે સૌથી ધનિક ભારતીય છે.

બિઝનેસ ડેસ્ક: 17 માર્ચ: Gautam Adani v/s Mukesh Ambani: એશિયાના ધનાઢ્યો માં બીજા નંબરે આવતા બિઝનેસમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં હજી વધારો થયો છે. તેમની સંપત્તિમાં 2021ની સાલમાં લગભગ 49 બિલિયન ડોલર જેટલો વધારો થયો છે. કમાણીમાં તેઓ અગ્રણી અબજોપતિ  બિઝનેસમેન એલોન મસ્ક, જેફ બેઝોસ અને બર્નાર્ડ આર્નોલ્ટથી પણ આગળ નીકળી ગયા છે. 2022માં M3M હુરુન ગ્લોબલ રિચ લિસ્ટે બુધવારે તેની માહિતી બહાર પાડી હતી.

Gautam Adani v/s Mukesh Ambani: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી જોકે 103 બિલિયન અમેરિકન ડોલરની સંપત્તિ સાથે સૌથી ધનિક ભારતીય છે. જ્યારે પોર્ટ-ટુ-એનર્જી સમૂહ અદાણી ગ્રુપના વડા અદાણી બીજા નંબરે છે, તેમની સંપત્તિ 153 ટકા વધીને 81 અમેરિકન બિલિયન ડોલર થઈ છે.

Gautam Adani v/s Mukesh Ambani

છેલ્લા 10 વર્ષમાં, જ્યારે અંબાણીની સંપત્તિમાં 400 ટકાનો વધારો થયો છે, ત્યારે અદાણીમાં 1,830 ટકાનો વધારો થયો છે, એમ M3M હુરુન ગ્લોબલ રિચ લિસ્ટે તેની યાદીમાં જણાવ્યું હતું. 

આ પણ વાંચો..Train extra coaches: વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનમાં જોડાશે વધારાનો કોચ

HCLના શિવ નાદર  28 અમેરિકન બિલિયન ડોલર સાથે સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે, ત્યારબાદ સીરમ ઇન્સ્ટિટ્યૂટના સાયરસ પૂનાવાલા  26 બિલિયન અમેરિકન ડોલર અને સ્ટીલ મેગ્નેટ લક્ષ્મી એન મિત્તલ 25 બિલિયન અમેરિકન ડોલર સાથે છે.

M3M હુરુન ગ્લોબલ રિચ લિસ્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,(Gautam Adani v/s Mukesh Ambani) “59 વર્ષીય ગૌતમ અદાણીસૌથી વધુ લાભ મેળવનાર છે. ગયા વર્ષે તેમની સંપત્તિમાં  49 અમેરિકન બિલિયન ડોલર ઉમેરાયા છે.” તેમની કુલ સંપત્તિનો ઉમેરો “એલોન મસ્ક, જેફ બેઝોસ અને બર્નાર્ડ આર્નોલ્ટ જેવા ટોચના ત્રણ વૈશ્વિક  અબજોપતિઓ કરતાં વધુ છે.”

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.