holika 2022

Ambaji holi puja: છેલ્લા ત્રણ વર્ષ થી અંબાજી માં હોળી નું પર્વ ફિક્કો રહેતા આ વર્ષે ધુમધામ થી હોળી પ્રગટાવાઈ

Ambaji holi puja: રાજસ્થાની લોકો ઉભેલી હોળી ને પુજા કરવાં ની એક પરંપરા પણ જોવા મળી

  • Ambaji holi puja: હોળી પ્રગટ્યાં બાદ હોળી નું પવન પુર્વ દિશા તરફ ફુંકાતા ખંડવૃષ્ટી થવાના એંધાણ જોવા મળી રહ્યા છે
  • આજે હોળી વાયવ્ય દિશા તરફ પડતાં આગામી ચોમાસું સારા જવાનો વતાવો જોવા મળ્યો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 17 માર્ચ:
Ambaji holi puja: આસુરી શક્તિ નો વિનાશ એટલે હોળી નો પર્વ…….. હિરણ્ય કશ્યપની બહેન હોલિકા ને અગ્નિમાં નહી બળવાનું વરદાન હતું જેને લઈ હોલિકા અસુરો નો સાથ આપવા ભક્ત પ્રહલાદ ને ખોળા માં લઈ અગ્નિ માં બેસી ગયી જ્યાં ભગવાન વિષ્ણુ ના આશીર્વાદ થી હોલિકા બળી ગયી અને ભક્ત પ્રહલાદ બચી ગયો ત્યાં સત્ય નો વિજય થતા સતયુગ થી ચાલી આવતી હોલિકા દહન ની પ્રક્રિયા ને હોળી ના પર્વ તરીકે મનાવા માં આવે છે.

Ambaji holi puja

જોકે છેલ્લા ત્રણ વર્ષ થી કોરોના મહામારી નાં કારણે હોળી નું પર્વ ફિક્કો રહેતો હતો પણ આ વખતે કોરોના નો પ્રકોપ ઘટતાં હોળી નો પર્વ આ વર્ષે ધામધુમ થી ઉજવવામાં આવ્યો હતો. અંબાજી મંદિર નાં વહીવટદાર આર કે પટેલ અને ભટ્ટજી મહારાજ દ્વારા પુજા વીધી કરી હોળી પ્રગટાવવામાં આવી હતી. જોકે આ પુર્વે રાજસ્થાની લોકો ઉભેલી હોળી ને પુજા કરવાં ની એક પરંપરા પણ જોવા મળી હતી. હોળી પ્રગટ્યાં બાદ હોળી નું પવન પુર્વ દિશા તરફ ફુંકાતા ખંડવૃષ્ટી થવાના એંધાણ જોવા મળી રહ્યા છે.

એટલુંજ નહીં હોળી પ્રગટાવ્યા બાદ સળગતી હોળી જે દિશા તરફ પડે તેના આધારે આગામી વર્ષ માં ચોમાસા નો વર્તાવો પણ જોવાતો હોય છે. આજે હોળી વાયવ્ય દિશા તરફ પડતાં આગામી ચોમાસું સારા જવાનાં એંધાણ જોવા મળ્યા હતા..

આ પણ વાંચો..Gautam Adani v/s Mukesh Ambani: ગૌતમ અદાણી મુકેશ અંબાણી થી નીકળી ગયા આગળ. સંપત્તિમાં આવ્યો આટલા બિલિયન ડોલરનો ઉછાળો.

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.