India Accelerator

ઇન્ડિયા એક્સલરેટરે (India Accelerator) ગુજરાતમાંથી કામગીરી શરૂ કરી, ટીઅર-ટુ શહેરો પર ખાસ ધ્યાન આપશે

India Accelerator: ઇન્ડિયા એક્સલરેટર ભારતના નાના શહેરો સુધી પહોંચી સ્ટાર્ટ-અપ ઇકોસીસ્ટમનું સર્જન કરવા માંગે છે

અમદાવાદ, 20 ઓગસ્ટ: India Accelerator: ગુડગાંવ-સ્થિત વિખ્યાત સીડ એક્સલરટેર – ઇન્ડિયા એક્સલેટરે ગુજરાતમાં હબ કાર્યરત્ કરીને મહત્ત્વનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ટીઅર-ટુ શહેરોના સ્ટાર્ટ-અપ્સમાં વૃદ્ધિની સંભાવનામાં વિશ્વાસ મુકતું આ એક્સલરેટર સ્ટાર્ટઅપ ઇકોસીસ્ટમમાં વિશેષ પ્રભાવ પાડવા જઈ રહ્યું છે. અમદાવાદ-સ્થિત હબથી પોતાનો વ્યાપ વધારીને તે પૂણે, ચંદીગઠ, ઓડિશા અને જયપુરની ઝડપથી વિકસી રહેલી સ્ટાર્ટ-અપ ઇકોસીસ્ટમ સુધી પણ પહોંચવા માંગે છે.

“અમદાવાદમાં કામગીરી શરૂ કરવી એ અમારા વિસ્તરણનો બીજો તબક્કો છે. અહીં અમે વધુ શહેરો સુધી પહોંચવા ઉપરાંત સ્થાનિક સ્ટાર્ટ-અપ ઇકોસીસ્ટમ્સ સાથે અમારું તાલમેલ વધારે સદ્ઢ કરી રહ્યાં છીએ. સ્થાનિક સ્તરે કામ કરી શકે તેવા વૈશ્વિક કક્ષાના હબ્સ અમે તૈયાર કરવા માંગીએ છીએ,” તેમ ઇન્ડિયા એક્સલરેટરના ફાઉન્ડર આશીષ ભાટિયાએ જણાવ્યું હતું.

ઇન્ડિયા એક્સલરેટર (India Accelerator) ભારતના નાના શહેરો સુધી પહોંચી સ્ટાર્ટ-અપ ઇકોસીસ્ટમનું સર્જન કરવા માંગે છે. અત્યારે તેના કુલ સ્ટાર્ટ-અપ્સમાં નાના શહેરોનો હિસ્સો 10 ટકા છે, જે વધીને 33 ટકા થવાનો અંદાજ છે. આમ કરીને ઇન્ડિયા એક્સલરેટર વૈવિધ્યસભર સ્ટાર્ટ-અપ ઇકોસીસ્ટમમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માંગે છે. અન્ય ઇન્વેસ્ટર્સ અને વેન્ચર કેપિટલ ફંડ્સ પહોંચી શકતા નથી ત્યાં કંપનીને તક દેખાઈ રહી છે. સ્પર્ધકોમાં રોકાણ અને વેલ્યુએશન માટે હોડ જામી છે ત્યારે કંપનીઓ વિવિધ ક્ષેત્રોના ફાઉન્ડર્સનું વૈશ્વિક નેટવર્ક બનાવીને તેમાં મોટા પાયે રોકાણ કરવા માંગે છે.

અમદાવાદમાં કામગીરી શરુ કરીને ઇન્ડિયા એક્સલરેટર ટીઅર-ટુ શહેરો અને ગુજરાતની વિશેષતાઓ પર મોટા પાયે મદાર રાખી રહી છે. ઇનોવેશનમાં અગ્રણી રહેલા ગુજરાત રાજ્યે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડના (ડીપીઆઇઆઇટી) રેન્કિંગમાં ગુજરાત વર્ષ 2018, 2019 અને 2021માં પ્રથમ ક્રમે આવ્યું છે. ગુજરાતની ઔદ્યોગિક નીતિના ભાગરૂપે 377 સ્ટાર્ટ-અપ્સે લગભગ રૂ. 58 કરોડનું ફંડિંગ પ્રાપ્ત કર્યું છે. આના કારણે ખાનગી ક્ષેત્રનો ઉત્સાહ વધ્યો છે અને સ્ટાર્ટ-અપ્સનો વિકાસ થઈ શકે તેવી એક અનુકૂળ ઇકોસીસ્ટમનું નિર્માણ થયું હોવાનું પણ આશીષ ભાટિયાએ જણાવ્યું છે.

ઇન્વેસ્ટમેન્ટ માટે ઇન્ડિયા એક્સલેટર(India Accelerator) ગુજરાતમાં હેલ્થટેક, ફિનટેક, એગ્રિટેક, સોશિયલ ઇમ્પેક્ટ, ડીપ ટેક અને આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં વર્ષ 2025 સુધીમાં 100થી વધારે સ્ટાર્ટ-અપ્સને સશક્ત કરવા માંગે છે. પોતાની કામગીરી બદલ ઇન્ડિયા એક્સલરેટરને સ્ટાર્ટ-અપ ઇન્ડિયાનો ‘બેસ્ટ્ એક્સલરેટર ઓફ ધ કન્ટ્રી’નો એવોર્ડ પણ મળ્યો છે.

અત્યાર સુધીમાં આધુનિક ટેક્નોલોજીમાં કામ કરતા 200થી વધારે સ્ટાર્ટ-અપ્સને ટેકો આપ્યો છે તથા તેમાં ઇન્વેસ્ટ કર્યું છે. ઉદ્યોગસાહસિકોને ઇનોવેટિવ આઇડિયાઝ પર કામ કરવા પણ તેણે પ્રોત્સાહિત કર્યા છે. તેણે 6 વર્ષમાં રૂ. 350 કરોડથી વધારેનું વેન્ચર ફંડ ઊભા કર્યા છે. ટૂંક સમયમાં રૂ. 150 કરોડનું ગિફ્ટ સિટી ફંડ પણ ઊભું કરશે.

આ પણ વાંચો:-Cancer Operation in Civil Hospital: ૧૪ વર્ષના બાળકને કેન્સર મુક્ત કરી નવજીવન…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *