LIC IPO 2022

LIC IPO Listing: ભારતના સૌથી મોટા IPO એલઆઈસીનું આજે શેરબજારમાં લિસ્ટીંગ થયું, ઘણા રોકાણકારો થયા નિરાશ

LIC IPO Listing: રૂ. 949ના ઇસ્યુ ભાવની સામે એલઆઇસીનો શેર રૂ.872 ના ભાવે ખુલ્યો 

બિઝનેસ ડેસ્ક, 17 મેઃ LIC IPO Listing: ભારતના સૌથી મોટા IPO એલઆઈસીનું આજે શેરબજારમાં લિસ્ટીંગ થયું છે. અપેક્ષા પ્રમાણે વધુ એક સરકારી કંપનીએ રોકાણકારોને નિરાશ કર્યા છે.  રૂ. 949ના ઇસ્યુ ભાવની સામે એલઆઇસીનો શેર રૂ.872 ના ભાવે ખુલ્યો છે.

કોને ક્યા ભાવથી એલોટમેન્ટ થયું?

  • સામાન્ય રોકાણકારોને સરેરાશ રૂ.949 પ્રતિ શેર
  • પોલીસી ધારકોને રૂ.889 પ્રતિ શેર
  • રિટેલ અને કર્મચારીઓને રૂ.905 પ્રતિ શેર

રૂ. 872ના ભાવે લિસ્ટ થયા બાદ શરૂઆતી મિનિટોમાં જ LICએ રૂ. 860નું તળિયું બનાવ્યું હતુ. જોકે નીચલા લેવલે શેરમાં પ્રત્યાઘાતી ઉછાળો નોંધાયો છે. એક સમયે રૂ. 918.95નો હાઈ બનાવ્યા બાદ 10.10 કલાકે LICનો શેર 5.25%ના ઘટાડે રૂ. 900ના લેવલે કામકાજ કરી રહ્યો છે.


આ પણ વાંચોઃ Start raining soon: ગરમીથી મળશે રાહત આજે અહીં વરસશે વાદળ

આ પણ વાંચોઃ Assam indian air force rescues 119 people: આસામમાં ભારે વરસાદના કારણે તબાહી ચાલુ, ભારતીય વાયુસેનાએ 119 લોકોને બચાવ્યા

Gujarati banner 01