Assam indian air force rescues 119 people

Assam indian air force rescues 119 people: આસામમાં ભારે વરસાદના કારણે તબાહી ચાલુ, ભારતીય વાયુસેનાએ 119 લોકોને બચાવ્યા

Assam indian air force rescues 119 people: એએસડીએમએ આવતા 12-72 કલાક માટે કછાર, કરીમગંજ, ધેમાજી, મોરીગાંવ અને નાગાંવ જિલ્લાઓ માટે પૂરની ચેતવણી જારી કરવામાં આવી

નવી દિલ્હી, 17 મેઃAssam indian air force rescues 119 people: આસામમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તેવામાં પુર આવી ગયું છે. એએસડીએમએએ જણાવ્યું હતું કે ન્યુ કુંજંગ, ફ્યાંગપુઈ, મૌલહોઈ, નામજુરાંગ, દક્ષિણ બાગેતર, મહાદેવ ટીલા, કાલીબારી, ઉત્તર બાગેતર, સિયોન અને લોદી પંગમૌલ ગામોમાંથી ભૂસ્ખલનની જાણ થઈ હતી. અહીં લગભગ 80 ઘરો પ્રભાવિત થયા છે.

આ વચ્ચે કછાર વિસ્તારમાં કલાકો સુધી અટકાવેલી એક ટ્રેનમાં ફંસાયેલા ઘણા પ્રવાસીઓને વાયુસેનાએ બચાવ્યો છે. રાજ્યમાં અચાનક આવી પૂર અને ભૂસ્ખલનએ ભયંકર તબાહી મચાવી છે. જેના કારણે ઘણી જગ્યાઓ પર રોડ અને રેલ સંપર્ક તૂટી ગયો છે. રવિવારે એએસડીએમએ આવતા 12-72 કલાક માટે કછાર, કરીમગંજ, ધેમાજી, મોરીગાંવ અને નાગાંવ જિલ્લાઓ માટે પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે.

સિલ્ચર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેન કચર વિસ્તારમાં ભારે વરસાદ અને પૂરના કારણે ફસાઈ ગઈ હતી. પરિસ્થિતિ એટલી હદે બગડી ગઈ હતી કે ટ્રેન ક્યાંય આગળ કે પાછળ જઈ શકતી ન હતી. કલાકો સુધી ફસાયેલા રહ્યા બાદ જિલ્લા પ્રશાસને ભારતીય વાયુસેનાની મદદથી 119 લોકોને બચાવી લીધા છે

આ પણ વાંચોઃ Birthmark On Body: સામુદ્રિક શાસ્ત્ર મુજબ જાણો, શરીરના ક્યા અંગ પરનો બર્થમાર્ક શું સૂચવે છે?

આ પણ વાંચોઃ Mysterious thing shell fell sky: રાજ્યમાં સતત ચાર દિવસથી અવકાશમાંથી ગોળા જેવો ભેદી પદાર્થ યથાવત, તપાસ માટે ઇસરોની મદદ લેવાનો નિર્ણય કરાયો

Gujarati banner 01