Nirlipt rai

Amreli SP: ગુજરાતના અમરેલી જિલ્લાના એસપી સાથે એક મોટી દુર્ઘટના સર્જાઈ- વાંચો સંપૂર્ણ વિગત

એસપી (Amreli SP) નિર્લિપ્ત રાય અને તેમના સાથી પોલીસ કર્મીઓ દરિયામાં નાહવા ગયા હતા

અમરેલી, 28 જૂનઃAmreli SP: ગુજરાતના અમરેલી જિલ્લાના એસપી સાથે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. એસપી નિર્લિપ્ત રાય અને તેમના સાથી પોલીસ કર્મીઓ દરિયામાં નાહવા ગયા હતા. દરમિયાન એસપી અને કોન્સ્ટેબલ ડૂબી જવાના આરે હતા. જોકે, બીજા સાથીઓએ તેમને બચાવ્યા હતા. આ ઘટના જાફરાબાદના દરિયાકિનારે બની હતી.

આ પણ વાંચોઃ Drugs party: નાસિક ખાતે ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટીમાં 22 વ્યક્તિની ધરપકડ, આ અભિનેત્રી ડ્રગ્સ સાથે પકડાઈ- જાણો વિગત

હકીકતે એપી નિર્લિપ્તા રાય સહિત પોલીસ સ્ટાફ જાફરાબાદના સરકેશ્વર દરિયામાં ન્હાવા ગયા હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અને SP (Amreli SP) નિર્લિપ્ત રાય દરિયામાં તણાઈ ગયા હતા. જોકે, અન્ય સ્ટાફ અને સાગર સરક્ષક દળના લાઈફ ગાર્ડ દ્વારા સમય સૂચકતા વાપરી અને તેમને રેસ્ક્યૂ કરાયા હતા.

દેશ દુનિયાના સમાચાર જાણવા માટે અહીં ક્લીક કરો.

ઉલ્લેખનીય છે કે રવિવારે બનેલી આ દુર્ઘટના સમયે પરિસ્થિતિ ખૂબ જ નાજૂક બની ગઈ હતી, ઘટના સ્થળે તરત જ સાગર સરક્ષક દળના લાઈફ ગાર્ડ પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય કર્યું હતું. એસપી(Amreli SP) નિર્લિપ્ત રાય અને પોલીસ કોન્સ્ટેબલને પ્રાથમિક સારવાર માટે જાફરાબાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. યોગ્ય સમયે જાફરાબાદ સિવિલમાં હાલ બંને અધિકારીઓનું સ્વાસ્થ્ય સારું છે.

આ પણ વાંચોઃ RBI (રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા)એ લીધો મોટો નિર્ણય, અનેક રાજકીય પક્ષોને આ નિર્ણયથી પડશે મોટો ફટકો- વાંચો શું છે મામલો?