Stock market: નાણામંત્રી બજેટની જાહેરાત કરી રહ્યાં છે, તો બીજી તરફ સેન્સેક્સમાં જોવા મળ્યો ભારે ઉછાળો

સેન્સેક્સ 47,100 પર પહોંચી ગયું, સ્ક્રેપેજ પોલિસીની ઘોષણા બાદ ઓટો શેર(Stock market)માં ઉછાળો જોવા મળ્યો

share 6498840 835x547 m

બિઝનેસ ડેસ્ક, 01 ફેબ્રુઆરીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે દેશનું બજેટ રજૂ કરી રહ્યા છે. સમગ્ર દેશવાસીઓની નજર આજના બજેટ પર છે. તો બીજી તરફ બજેટ શરૂ થતા જ શેર માર્કેટમાં ઉછાળ આવ્યો છે. જેમાં સેન્સેક્સ(Stock market) લગભગ 818 અંકનો ઉછાળો જોવા મળ્યો. આ સાથે જ સેન્સેક્સ 47,100 પર પહોંચી ગયું છે. સ્ક્રેપેજ પોલિસીની ઘોષણા બાદ ઓટો શેરમાં ઉછાળો જોવા મળ્યો છે.

બજેટની શરૂઆત પહેલા શેર બજાર(Stock market)માં 528 અંકનો ઉછાળો જોવા મળ્યો હતો. BSI સેન્સેક્સ 46,814 પર પહોંચી ગયો હતો. આ પહેલા શરૂઆતી બિઝનેસમાં રૂપિયો અમેરિકી ડોલરની તુલનામાં 7 પૈસા વધી 72,89ના સ્તર પર ખુલ્યો હતો.

ત્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારણણે એલાન કર્યું છે કે, ઇન્વેસ્ટમેન્ટ માટે વિદેશી રોકાણમાં વધારો કરવામાં આવશે. તેમણે કહ્યું કે, બેંકમાં પૈસા સુરક્ષિત રહે એટલા માટે સુરક્ષા મજબૂત કરાશે. LIC માટે IPOની વ્યવસ્થા કરવામાં આવશે.

Whatsapp Join Banner Guj

સવારના કારોબારમાં સેંસેક્સ અને નિફ્ટી બંનેમાં તેજી જોવા મળી. બજેટમાં આત્મનિર્ભર ભારત, કોરોના કાળમાં અર્થવ્યવસ્થામાં ગતિ આપવાના ઉપાય જેવી આશાઓના પગલે રોકાણકારોમાં ખરીદીની ધારણા રહી. આ દરમિયાન(Stock market) સેંસેક્સે 46,777.56 અંકના ઉચ્ચતમ અને નિફ્ટીએ 13,773.80 અંકના ઉચ્ચ સ્તરને પાર કર્યુ.

સેંસેક્સમાં સામેલ 30 કંપનીઓમાંથી 19માં ઉછાળો જોવા મળ્યો. સાથે જ નિફ્ટીમાં પણ સ્થિતિ સમાન જ રહી. અહીં 50માંથી 35 કંપનીઓના શેર(Stock market)માં તેજી રહી. ઉલ્લેખનીય છે કે, સેંસેક્સમાં સામેલ ઇંડસઇંડ બેન્કના શેર સૌથી વધુ લાભમાં રહ્યા. તે 7.32 ટકા સુધી વધ્યો. આ જ રીતે નિફ્ટી પર પણ બેન્કના શેર 6.77 ટકાના લાભમાં રહ્યો. આ ઉપરાંત આઇસીઆઇસીઆઇ બેન્ક, એસબીઆઇ, એચડીએફસી બેન્ક, મારૂતિ સુઝુકી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર પણ લાભમાં રહ્યા.

આ પણ વાંચો…

Corona vaccine: કોરાનાની રસી લીધા બાદ સફાઇ કર્મીનું મોત, રાજ્યની પ્રથમ ઘટના- તપાસ શરુ