pistol murder

A woman was strangled to death in Kapodra area of ​​Surat: કાપોદ્રામાં ઘરના પહેલા માળે ઘૂસી મહિલાનું ગળું કાપી હત્યારો ફરાર

A woman was strangled to death in Kapodra area of ​​Surat: ત્રણ દિવસ બાદ પુત્રના જન્મદિવસને લઈને તૈયારીઓ ચાલતી હતી સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સ્નેહલતાને એક વર્ષનો પુત્ર છે જેનો 19 મીએ જન્મ દિવસ આવી રહ્યો હતો.

સુરત, 15 માર્ચ: A woman was strangled to death in Kapodra area of ​​Surat: સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ગૌતમપાર્ક સોસાયટીના ઘરમાં ઘૂસી એક મહિલાની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. અજાણ્યો ઈસમ મહિલાનું ગળું કાપી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ગૌતમપાર્ક સોસાયટીમાં સ્નેહલતાબેન નામની મહિલાની હત્યા મૃતક મહિલા સાથે રહેતા યુવકની પહેલી પત્ની શંકાના દાયરામાં

સુરતના કાપોદ્રા વિસ્તારમાં (A woman was strangled to death in Kapodra area of ​​Surat) આવેલી ગૌતમપાર્ક સોસાયટીના ઘરમાં ઘૂસી એક મહિલાની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે અજાણ્યો ઈસમ મહિલાનું ગળું કાપી હત્યા કરી ફરાર થઈ ગયો હતો . ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે

એક વર્ષનું બાળક ( પુત્ર ) માતાના લોહીના ખાબોચિયામાં રમતો હતો . વીડિયો કોલ ન કરતા ઘરે આવેલા યુવકને મહિલા મૃત મળી ડીસીપી ઝોન -1 એ જણાવ્યું હતું કે, ગૌતમપાર્ક સોસાયટીના મકાનના પહેલા માળે (Murder of a woman in Surat) સ્નેહલતાબેન નામની મહિલાની હત્યા કરવામાં આવી છે. મૃતક મહિલા પ્રકાશ રણછોડભાઈ પટેલ સાથે રહેતા હતા. પ્રકાશભાઈની પૂર્વ પત્ની છે. સવારે પ્રકાશભાઈ ટિફિન લઈને નોકરી પર જતા રહ્યા હતા. રોજ બપોરે બંને વીડિયોથી વાત કરતા હોય છે. જોકે , આજે સ્નેહલતાએ વીડિયો કોલ ન કરતા ઘરે આવ્યા હતા .

ત્યારે પત્નીની ગળું કાપી હત્યા (A woman was strangled to death in Kapodra area of ​​Surat) કરાઈ હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. હાલ તપાસ ચાલી રહી છે. ત્રણ દિવસ બાદ પુત્રના જન્મદિવસને લઈને તૈયારીઓ ચાલતી હતી સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સ્નેહલતાને એક વર્ષનો પુત્ર છે જેનો 19 મીએ જન્મ દિવસ આવી રહ્યો હતો. જેને લઈ ધામધૂમથી ઉજવણીની તૈયારી કરી રહ્યા હતા. સ્નેહલતાબેને પ્રકાશભાઈનો ફોન ન ઉપાડતા પ્રકાશભાઈએ ભાડુઆતને ઘરે મોકલ્યા હતા.

જ્યાં ઘરને બહારથી કજી મારેલી હોવાથી ભાડુઆત કડી ખોલી અંદર પ્રવેશ કરતા એક વર્ષનું બાળક ( પુત્ર ) માતાના લોહીના ખાબોચિયામાં રમતો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો..Corona vaccination 12-14 year child: ગુજરાત માં કાલથી ૧ર થી ૧૪ વર્ષની બાળકોને કોવિડ-19ની રસી અપાશે

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.