Vaccine

Vaccination of 12 to 14 years children: ગુજરાતમાં આજથી 12થી 14 વર્ષના બાળકોને અપાશે કોરોનાની રસી, CM એ કરાવ્યો પ્રારંભ

Vaccination of 12 to 14 years children: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરની બોરીજ પ્રાથમિક શાળાએથી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો

ગાંધીનગર, ૧૬ માર્ચ: Vaccination of 12 to 14 years children: કોરોના સામે રક્ષણ મેળવવાનો એકમાત્ર રસ્તો તમારી પોતાની રસીકરણ છે. દેશમાં આજથી 12 થી 14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થઇ ગયું છે. આ દરમિયાન ગુજરાતમાં પણ કોવિડ-19 વેક્સિનેશન અન્વયે ૧ર થી ૧૪ વર્ષની વયના ર૨ લાખથી વધુ બાળકોનું રસીકરણ શરૂ કરાયુ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરની બોરીજ પ્રાથમિક શાળાએથી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે. રાજ્યમાં બે હજારથી વધુ રસીકરણ કેન્દ્રો પરથી રપ૦૦ થી વધુ વેક્સિનેટર્સ વેક્સિનેશન કામગીરી હાથ ધરાશે. ૧ર થી ૧૪ વર્ષની વયજૂથના પાત્રતા ધરાવતા બાળકોને કોર્બેવેક્ષ વેક્સિનના બે ડોઝ અપાશે.

આ પણ વાંચો: A woman was strangled to death in Kapodra area of ​​Surat: કાપોદ્રામાં ઘરના પહેલા માળે ઘૂસી મહિલાનું ગળું કાપી હત્યારો ફરાર

રાજ્યના આરોગ્ય વિભાગ પાસે આ હેતુસર કોર્બેવેક્ષ નામની રસીના ર૩.૦પ લાખ ડોઝ ઉપલબ્ધ છે અને તે કોલ્ડ ચેઇન પોઇન્ટ સુધી પહોંચાડવામાં આવ્યા છે. તેને ર થી ૮ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર સ્ટોર કરવામાં આવે છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ, માતૃ અને બાળ વિકાસ વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગના સહયોગથી આ કોર્બેવેક્ષ વેક્સિનના ડોઝ પાત્રતા ધરાવતા તમામ બાળકોને અપાવાના છે.

Gujarati banner 01