Corona vaccination 12-14 year child: ગુજરાત માં કાલથી ૧ર થી ૧૪ વર્ષની બાળકોને કોવિડ-19ની રસી અપાશે

Corona vaccination 12-14 year child: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરની બોરિજ પ્રાથમિક શાળાએથી બુધવાર ૧૬ માર્ચ ના સવારે ૯ કલાકે આ રાજ્યવ્યાપી વેક્સિનેશનનો પ્રારંભ કરાવશે

ગાંધીનગર, ૧૫ માર્ચ: Corona vaccination 12-14 year child: કોરોના સામે રક્ષણ મેળવવાનો એકમાત્ર રસ્તો તમારી પોતાની રસીકરણ છે. આવતીકાલથી દેશમાં 12 થી 14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થશે. આ જ દરમિયાન ગુજરાત માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરની બોરિજ પ્રાથમિક શાળાએથી બુધવાર ૧૬ માર્ચ ના સવારે ૯ કલાકે આ રાજ્યવ્યાપી વેક્સિનેશનનો પ્રારંભ કરાવશે.

કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ અન્વયે ભારત સરકારની માર્ગદર્શીકા મુજબ રાજ્યમાં આવતીકાલથી આ રસીકરણની સફળતાપૂર્વક શરૂઆત કરવાની તમામ તૈયારીઓ આરોગ્ય વિભાગે પૂર્ણ કરી છે.

આ પણ વાંચો: PM statement on Kashmir Files film: કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન, જાણો શું કહ્યું

રાજ્યના શિક્ષણ વિભાગ, માતૃ અને બાળ કલ્યાણ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના સહયોગથી આ રસીકરણ ઝૂંબેશમાં પાત્રતા ધરાવતા તમામ બાળકોને આવરી લેવામાં આવશે. ૧૨ થી ૧૪ વર્ષની વય જૂથના અંદાજે ર૩ લાખ બાળકોને કોવિડ-19ની વેક્સિનના બે ડોઝ આ અભિયાન અંતર્ગત અપાશે.

Gujarati banner 01