37905771 24ac 418e 9c49 6582e740b37f

Accused commits suicide: અંબાજી નજીક હડાદ પોલીસ સ્ટેશનમાં કથિત શંકાસ્પદ આરોપીએ કરી આત્મહત્યા- વાંચો વિગત

Accused commits suicide: રાત્રી દરમિયાન હડાદ પોલીસે બે શંકાસ્પદ યુવાનો ને પકડ્યા બાદ એક યુવાને પોલીસ કસ્ટડીમાં ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

અંબાજી, 24 નવેમ્બરઃ Accused commits suicide: દાંતા તાલુકા ના હડાદ પોલીસ સ્ટેશન માં એક કથિત આરોપી એ ગળે ટુંપો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર આદિવાસી વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે જેને લઈ સવારથી જ મોડીરાત સુધી આદિવાસી લોકો નો મોટો જમાવડો ને વાતાવરણ તંગ પરિસ્થતિ વાળું જોવા મળ્યું હતું

અંબાજી થી 18 કિલોમીટર દૂર આવેલા હડાદ પોલીસ સ્ટેશનમાં એક 18 વર્ષ ના યુવાને ગળે ફાંસો ખાઈ લેતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો જોકે આ ઘટના વહેલી સવારે ઘટી હતી પોલીસ કસ્ટડીમાં મરનાર યુવક પ્રકાશ ઉર્ફે ભાવેશ મેગળા ધ્રાંગી ઉંમર વર્ષ 18 રહે બોસા તાલુકો આબુરોડ રાજસ્થાન વાળા એ કોઈ અગમ્ય કારણો સર પોલીસ કસ્ટડીમાં જ પંખા સાથે શર્ટ બાંધી દોરડી વળે ગળે ફાંસો ખાઈ પોતાની જીવન લીલા સંકેલી હતી જેના સમાચાર વાયુ વેગે આદિવાસી પંથક માં ફેલાતા આદિવાસી લોકો ના ટોળે ટોળા હડાદ પોલીસ સ્ટેશન આગળ ઉમટ્યા હતા અને ભારે તંગ પરિસ્થિતિ સર્જાઈ હતી.

આ ઘટના ને લઈ IPS સુશીલ અગ્રવાલ તાકીદે પોલીસના મોટા કાફલા સાથે હડાદ પોલીસ સ્ટેશને પહોંચી ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો આ ઘટના બનતા પોલીસ સ્ટેશન માં આદિવાસી લોકો માં ભારે રોષ અને સંબધીઓ માં હૈયા ફાટ રુદન્ત થી વાતાવરણ ગંભીર બન્યું હતું જોકે આ સમગ્ર ઘટના એક અલગજ પ્રકાશ પાડી રહી છે મરનાર યુવક પ્રકાશ ઉર્ફે ભાવેશ ધ્રાંગી ઉમર વર્ષ 18 તેમજ તેનો જોડીદાર વિપુલ ડાભી ઉમર વર્ષ 17 નાઓ ગત મોડી રાત સુધી હડાદ પંથક માં મોટર સાઇકલ ઉપર ફરી રહ્યા હતા અને પોલીસ ને પેટ્રોલિંગમાં જોઈ પોલીસના ડર થી ભાગવાની કોશિશ કરી હતી.

ત્યાં આ બને મિત્રો બાઈક સાથે પટકાઈ જતા એક ની અટકાયત કરાતા બીજો પણ પકડાઈ જવા પામ્યો હતો અને બંને ઉપર શંકાકુશંકા થતા પોલીસ આ બંને ને કથિત શકમંદ આરોપી જણાતા હડાદ પોલીસ સ્ટેશન માં લઈ ગયેલ અને તેમની અટકાયત પૂર્વે કોરોના ટેસ્ટ કરવાનો થતો હોઈ ધરપકડ બાકી રખાઈ હતી પણ સવારે વધુ તપાસ હાથ ધરાય તે પૂર્વે આ બને મિત્રો માંથી એક મિત્ર પ્રકાશ ઉર્ફે ભાવેશ ધ્રાંગી એ વહેલી સવાર માંજ લેડીશ રૂમ માંજ પંખા સાથે શર્ટ લટકાવી દોરી બાંધી ગળે ફાસો ખાઈ આત્મ હત્યા કરી લીધી હતી.

આ પણ વાંચોઃ Discount on liquor:આ રાજ્યમાં વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા બંને ડોઝ લેનારાઓને દારુ 10 ટકા સસ્તો આપવા નિર્ણય

જોકે આ સમય તેનો બીજો મિત્ર વિપુલ ડાભી તેજ રૂમ માં સુઈ રહેલ પણ પ્રકાશ ની આત્મહત્યા વાળી ગતિવિધિથી તે પણ સંપૂર્ણ અજાણ જ રહ્યો અને વિપુલ ડાભી જાગે તે પહેલા પ્રકાશ ધ્રાંગી ની જીવન લીલા સંકેલાઇ ચુકી હતી સવારે વિપુલ ડાભી જાગી પડતા પ્રકાશ ને લટકેલો મૃત હાલત માં જોઈ તે પણ ભાંગી પડ્યો હતો અને તેને પણ ગળે ફાંસો ખાવાનો પ્રયાશ કર્યો હતો પણ હડાદ પોલીસ એ તેને બચાવી લીધો હતો

જોકે આ સમગ્ર ઘટના હડાદ પોલીસ સ્ટેશન ના લેડીશ રૂમ માં લાગેલા CCTV કેમેરા માં કેદ થયા હતા અને તે જોતા CCTV કેમેરા ફૂટેજ જોતા પ્રકાશે વહેલી સવારે પોતાની જાતે ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જોવા મળ્યું હતું અને તેનો જોડીદાર મિત્ર વિપુલ ડાભી પણ પોતાના મિત્ર ને મૃત હાલત માં લટકેલો જોઈ તેને પણ આત્મહત્યા કરવાની કોશિશ કરી હોવાનું જોવા મળ્યું હતું.

જોકે આ સમગ્ર ઘટના ને લઈ હડાદ પોલીસે આત્મહત્યા નો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી ને મૃતક ના પોસ્ટમાર્ટમ માટે મૃતક ના મૃતદેહ ને અમદાવાદ ની સિવિલ હોસ્પિટલ માં પેનલ થી પોસ્ટમોટમ થાય તે માટે મોકલી આપેલ હતી જોકે આ સમગ્ર મામલે આદિવાસી લોકો દ્વારા પોલીસ સ્ટાફ ઉપર આક્ષેપ અને પ્રતિઆક્ષેપો થયા હતા ત્યારે આદિવાસી અગ્રણી લોકો ને CCTV કેમેરા ના ફૂટેજ બતાવી મરનારે જાતેજ આત્મહત્યા કરી હોવાનું પ્રદર્શિત કર્યું હતું એટલુજ નહી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટના ઉપસ્થિતીમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી.

Whatsapp Join Banner Guj