Rape accused image 1

Rape and murder case: કરજણ તાલુકાના દેથાણ ગામે સામુહિક દુષ્કર્મ બાદ મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા

Rape and murder case : દુષ્કર્મ બાદ નરાધમોએ ગળે ટૂંપો દઈ મહિલાને ઉતારી દીધી મોતને ઘાટ

કરજણ, 18 ઓગષ્ટઃ Rape and murder case: કરજણના એક ગામની મહિલા પર છ ઈસમોએ સામુહિક બળાત્કાર આચરી હત્યા કરી હોવાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ધાસચારો લેવા ગયેલી મહિલાની એકલતાનો લાભ લઈ આરોપીઓએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. રેલ્વે ટ્રેકનું કામ કરતા યુપી અને ઝારખંડના મજુરોએ બર્બરતા પૂર્વક ઘટનાને અંજામ આપ્યો. નરાધમોએ મહિલાના હાથ પગ પકડી રાખી મોઢામાં ડૂચો દઈ વારાફરતી હવસ સંતોષી હતી. બળાત્કાર બાદ મહિલાને ગળે ટૂંપો દઇ મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. આ મામલે શંકાસ્પદ એક આરોપીની કડક પુછપરછ કરતા સનસનીખેજ વિગતો બહાર આવી છે. આરોપીઓ રેલ્વે ટ્રેકની બાજુમાં ઝુપડા બનાવી રહેતા હતા. 6 આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે.

d9d6e18c e499 41fe 9922 918269305883

કરજણ તાલુકાના દેથાણ ગામે રહેતી મહિલા 16 ઓગસ્ટના રોજ મહિલા સાંજે વાગ્યે ઢોર ઢાંખર માટે ખેતરમાં ઘાસચારો લેવા ગઈ હતી અને સાત વાગે પરત ન આવતા તેના પિતા, ભાઈ અને ગામના અન્યા ઈસમો રાત્રે 8 વાગે ખેતરમાં શોધવા જતા ખેતરોમાં મોબાઈલ કરતા મોટા ઘરના ખેતરમાં રીંગ વાગતા ત્યાં જોતા મહિલાની ગળે ટૂંપો દીધેલી હાલતમાં લાશ પડી હતી. દેથાણ ગામની મહિલાના લગ્ન પાદરા તાલુકાના રણું ગામે થયા હતા. પરંતુ બે વર્ષમાં સાસરીમાં નહીં ફાવતા તે 17 વર્ષથી પોતાના બે બાળકો સાથે દેથાણ ગામે પિતાના ઘરે રહેતી હતી.

16 ઓગસ્ટના રોજ મહિલા ઢોરઢાંખર માટે ઘરેથી દાતરડું, થેલી પાણીનો બોટલ અને ઘાસ માટે ચાદર લઈને ગામના ભારતભાઈ મણીભાઈ ગોહીલના ખેતરમાં ઘાસ લેવા ગઈ હતી. રાત્રે 8 વાગે ઘરે પરત ના આવતા હંસાના પિતા, ભાઈ અને ગામના લોકો હંસાને બેટરીના અજવાળે ખેતરોમાં શોધતા હતા. જેમાં હંસાના મોબઈલ પર રીંગ મારત ભારતભાઈ ગોહીલના અમેરિકન ઘાસ વાળા ઉંચા ઘાસની વચ્ચે રીંગ વાગતા ત્યાં જોતા ગળે દુપટ્ટા વડે ટૂંપો દીધેલી હાલતમાં મહિલાની લાશ પડેલી હતી. જ્યારે લાશ પરના કપડા અસ્તવ્યસ્ત હતા. પગના પાછળના ભાગે કાળા ચકામા પડેલા હતા. આમ બળાત્કાર કરીને ગળે ટૂંપો આપીને મોત નિપજાવ્યું હોય મહિલાના પિતાએ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરિયાદ બાદ ડભોઇ ડિવિઝનના ડીવાયએસપી કલ્પેશ સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ ડી.બી. વાળા અને કરજણ પી.આઇ. એમ.એ. પટેલે પોતાના સ્ટાફ, ડોગ-સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઇ તપાસ શરૂ કરી હતી.

433f80c8 35b9 4aa8 aa81 7b85c01f0b80

એકલતાનો લાભ લઇ સામૂહિક દુષ્કર્મ આચર્યું – વડોદરા જિલ્લા પોલીસ વડા

વડોદરા જિલ્લા પોલીસ વડા સુધિર દેસાઇએ આ બનાવની માહિતી આપતા જણાવ્યું હતું કે, પાદરા તાલુકાની પરિણીતાને પતિ સાથે અણબનાવ બનતા 17 વર્ષથી પોતાના બે સંતાનો સાથે રહેતી હતી અને ખેતમજૂરી કરીને પોતાનું તથા પોતાના સંતાનોનું ગુજરાન ચલાવતી હતી. 16 ઓગષ્ટની સાંજે રાબેતા મુજબ તે ગામની સીમમાં ઘાસ કાપવા માટે ગઇ હતી. તે સમયે 6 હવસખોરો ધસી આવ્યા હતા અને મહિલાની એકલતાનો લાભ લઇ તેના ઉપર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ ફફડી ગયેલા નરાધમોએ પુરાવાનો નાશ કરવા માટે દુપટ્ટાથી મહિલાનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયા હતા.

મોબાઇલ ફોનની રિંગ મારતાં ખેતરમાંથી લાશ મળી આવી…

દરમિયાન મોડી રાત સુધી મહિલા ઘરે પરત ન આવતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. મહિલા પાસેના મોબાઇલ ફોનની રિંગ મારતાં-મારતાં શોધખોળમાં નીકળેલા પરિવારને એકાએક ખેતરમાં રિંગ સંભળાતાં પરિવાર સ્થળ પર પહોંચ્યો હતો, જ્યાં મહિલાના મોતને ઘાટ ઉતારાયેલી હાલતમાં જોતાં અને તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું ધ્યાનમાં આવતાં ચોંકી ઊઠ્યા હતા.

પોલીસના ડોગે રહસ્યમય રેપ વિથ મર્ડરના બનાવનો પર્દાફાશ કર્યો..

વડોદરા જિલ્લા પોલીસનો ડોગ એક આરોપી પાસે જઈને ભસતાં પોલીસે સમગ્ર કેસનો પર્દાફાશ કર્યો હતો. વડોદરા LCBએ ગણતરીના કલાકોમાં જ 6 આરોપીઓને ઝડપી લીધા હતા. જાવાના નામના ડોગે ગુનાના સ્થળથી મહિલાનો દુપટ્ટો અને ઘટનાસ્થળે પડેલી પાણીની બોટલની સ્મેલ લેવડાવી આરોપીઓની શોધખોળ માટે તપાસ કરાવી હતી. જાવાના નામના ડોગના ડોગ-હેન્ડલર અનાર્મ હેડ કોન્સ્ટેબલ હરેશભાઇ મોહનિયાને સાથે રાખી ગુનાના સ્થળથી મહિલાનો દુપટ્ટો અને ઘટનાસ્થળે પડેલી પાણીની બોટલની સ્મેલ લેવડાવી જાવાને આરોપીઓની શોધખોળ માટે તપાસ કરાવી હતી. જાવા ઘટનાસ્થળથી 500થી 700 મીટર દૂર આવેલી વસાહત પાસે જઇ અટકી ગયો હતો અને વસાહતમાં જઇ એક વ્યક્તિ પર શંકા સેવી ભસવા લાગતાં પોલીસે તેની અટકાયત કરીને ઘનિષ્ઠ પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો.

f32c9086 9310 445a 926d 484548fff6b8

નરાધમોએ દુષ્કર્મ અને હત્યાની કબૂલાત કરી..

પોલીસે બિહારનો રહેવાસી લાલ બહાદુર ગિરજારામની પૂછપરછ કરતાં તેણે મહિલા સાથે અન્ય પાંચ સાગરીતોએ દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દીધી હોવાની કબૂલાત કરી હતી. પૂછપરછમાં જાણવ્યા મળ્યું હતું કે, લાલ બહાદુર ગિરજારામ તેના સાથી મિત્રો ખેતર પાસેના રેલવે-ટ્રેક પર બેઠા હતા. એ સમયે ખેતરમાં ઘાસ કાપવા જઇ રહેલી મહિલાને જોતાં તેનો પીછો કર્યો હતો અને ત્યારબાદ બાદ મહિલાને પકડી તેની ઉપર તમામે દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ આચર્યા બાદ દુપટ્ટાથી તેના ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે લાલ બહાદુર ગિરજારામની કબૂલાતના આધારે મહિલા ઉપર દુષ્કર્મ આચરનાર દિલીપ શ્રીમુખલાલ ચૌધરી (મુનિમ) (રહે. લેધુકા, જિ. પલામુ, ઝારખંડ), જગ્ગુપ્રસાદ સુભાષચંદ પંડુ (રહે. જરહા, જિ. સોનભદ્ર, યુ.પી.), પ્રમોદ રામચરણ પંડુ (રહે. જરહા, જિ. મિરજાપુર, યુ.પી.), રામસુરત સુભાષચંદ પંડુ (રહે., જરહા, જિ. સોનભદ્ર, યુ.પી.) અને અર્જુન લાલચંડ પંડોર (રહે. બડાડુ, જિ. સોનભદ્ર, યુ.પી.)ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Whatsapp Join Banner Guj